(એજન્સી)
કોલકાત્તા, તા.ર૮
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૯૦ ટકા લોકો બે રૂા.કિ.ગ્રા.ના ભાવથી ચોખા મેળવે છે. ખડ્યા સાથી દિવસ પ્રસંગે મમતાએ જણાવ્યું હતું કે, તેમની સરકાર જંગલ મહલ અને પર્વતીય તેમજ ‘આઈલા’ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં ખાસ સહાય પહોંચાડે છે. જેમાં સિંગુરના ખેડૂતો, ટી-ગાર્ડનના કામદારો તથા ‘ટોટો’ આદિવાસી જાતિના લોકો સામેલ છે.
આ પ્રસંગે મમતા બેનરજીએ લોકોને ખાદ્ય સુરક્ષાની ખાતરી આપવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમે ૮.પ કરોડ લોકોને ખાદ્ય સલામતીની ખાતરી આપીએ છે. મમતાએ ખાસ ક્ષેત્રોના લોકોને સહાયની પણ ખાતરી આપી હતી. મમતાએ આજના દિવસે ખડ્યા સાથી યોજનાનું પણ ઉદ્‌ઘાટન કર્યું હતું. આ યોજના હેઠળ રાજ્યની લગભગ ૯૦ ટકા વસ્તીને ઘઉં તથા ચોખા બે રૂા.કિ.ગ્રા.ના ભાવથી મળશે. તેમજ પ૦ લાખ લોકો બજાર કિંમત કરતાં અડધા ભાવે આ અનાજ મેળવશે.