(એજન્સી) કોલકાતા, તા.૧૭
પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે, રાજ્યમાં તમામ લોકોને ન્યાય મળી રહે તે માટે તેમની સરકાર સક્ષમ કાનૂન બનાવવા કટિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય ન્યાય દિને બોલતાં મમતા બેનરજીએ કહ્યું કે, રાજ્યમાં ૧૯ માનવ અધિકાર અદાલતોની ૮ વર્ષમાં રચના કરવામાં આવી છે. જ્યારથી ટીએમસી સત્તા પર આવી. રાજ્યની પ્રજાને ન્યાયની ખાત્રી માટે સક્ષમ કાનૂન બનાવાશે. આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ વિશ્વ ન્યાય દિવસ તરીકે પણ વિશ્વમાં ઉજવાય છે. આ દિવસે આંતરરાષ્ટ્રીય ન્યાય પ્રક્રિયાને મજબૂત બનાવવાના પ્રયાસોને વેગ અપાય છે.