(એજન્સી) તા.રપ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી વિનંતી કરી છે કે ભારતીય ચૂંટણીઓ દરમિયાન આપવામાં આવતાં જાહેર ભંડોળ વિશે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક યોજવામાં આવે. તેમણે આ પણ કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવાની ખૂબ જ જરૂર છે. સેન્ટર ઓફ મીડિયા સ્ટડીઝ (સીએમએસ)ના એક અહેવાલને ટાંકીને મમતા બેનરજીએ કહ્યું હતું કે ર૦૧૯ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી હતી તેમાં ર૦૧૪ની લોકસભા ચૂંટણી કરતાં બમણો ખર્ચ થયો હતો. તૃણમૂલ અધ્યક્ષે આ પણ દાવો કર્યો હતો કે ચૂંટણીમાં વપરાતા સરકારી ભંડોળ વિશે દુનિયાના ૬પ દેશોમાં કાયદો છે અને તેમણે ભારતમાં પણ આ પ્રકારના કાયદાની માગણી કરી હતી. તેમણે પત્રમાં કહ્યું હતું કે, ભારત ર૦૧૯ની ચૂંટણીમાં સૌથી વધુ ખર્ચ કરી કુખ્યાત બની ગયો છે. હું તમને વિનંતી કરું છું કે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક યોજવામાં આવે.