(એજન્સી) તા.ર૮
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે કહ્યું હતું કે, સંસદમાં જેવી રીતે મહત્ત્વના બિલો પાસ કરાવવામાં આવ્યા છે તેનાથી દેશના સમવાયતંત્રને નુકસાન પહોંચ્યું છે. તેમણે આ સંદર્ભમાં રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ (અમેન્ડમેન્ટ) બિલ ર૦૧૯નો ઉલ્લેખ કર્યો હતો. મમતાએ ટ્‌વીટ કર્યું હતું કે આજે (શનિવારે) યુનિવર્સલ એકસેસ ટુ ઈન્ફોર્મેશનનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. અમારી પાર્ટી જેવી રીતે સંસદમાં રાઈટ ટુ ઈન્ફોર્મેશન સહિત મહત્ત્વના બિલો પસાર કરી દેવામાં આવ્યા તેની ટીકા કરે છે. તેનાથી સમવાયતંત્રને નુકસાન થાય છે. ઉલ્લેખનીય છે કે, આરટીઆઈ (અમેન્ડમેન્ટ) બિલ ર૦૧૯ કેન્દ્ર સરકારને ચીફ ઈન્ફોર્મેશન કમિશનરનો પગાર-ભથ્થો તેમજ અન્ય નિયમો નક્કી કરવાની મંજૂરી આપે છે. ઘણા કર્મશીલોએ સરકારના આ પગલાંની ટીકા કરી કહ્યું હતું કે, માહિતીપંચની સ્વતંત્રતા, નિષ્પક્ષતા અને પારદર્શિતા પર અસર કરશે.