(એજન્સી) કોલકાતા, તા.૨૧
જાહેર ક્ષેત્રની અમુક કંપનીઓનો હિસ્સો વેચવા સરકારે નિર્ણય કર્યો હોવાથી પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સરકારની આલોચના કરતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ આર્થિક કટોકટી નિવારવા નિષ્ણાંતો અને રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવી જોઈએ. બેનરજીએ કહ્યું કે, સરકારી કંપનીઓનો હિસ્સો વેચવાથી ફક્ત હંગામી રાહત મળી શકે પણ આ કાયમી ઉકેલ નથી. કેન્દ્ર સરકારે બજેટ ખાદ ઘટાડવા કાયમી ઉકેલ શોધવો જોઈએ, જ્યાં સુધી આર્થિક સ્થિરતા નહીં થાય, ત્યાં સુધી આવા પગલાથી કોઈ ઉકેલ નહીં મળી શકશે. એમણે કહ્યું કે, જો કે, ચૂંટાયેલ સરકારને સ્વતંત્રતાથી કાર્ય કરવાનો અધિકાર છે, તેમ છતાંય એમણે અન્ય પક્ષોથી પણ અભિપ્રાય મેળવવો જોઈએ. ખાસ કરી એવા મુદ્દાઓ બાબત જે દેશને અસરકર્તા હોય. સરકારે ખાનગીકરણના ભાગરૂપે મોટા નિર્ણયો લીધા છે. જેમાં તેલ કંપની બીપીસીએલનો સરકારનો હિસ્સો, શીપિંગ કંપની શીપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો હિસ્સો કોન્કોર અને નિર્ણય કર્યો છે કે, અન્ય કંપનીઓમાં પણ સરકાર પોતાનો હિસ્સો પ૧ ટકાથી ઘટાડશે. જેનાથી સરકારની તિજોરી ભરાશે.
આર્થિક કટોકટી નિવારવા વડાપ્રધાન મોદીએ નિષ્ણાંતો અને રાજકીય પક્ષો સાથે વાતચીત કરવી જોઈએ : મમતા બેનરજી

Recent Comments