(એજન્સી) કોલકાતા,તા.૧૬
નાગરિક્તા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનનો થઈ રહ્યા છે. ત્યારે આ સમયે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કોલકાતામાં વિશાળ રેલી યોજીને આ કાયદાનો વિરોધ કર્યો હતો. મમતાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે જો તમે મારી સરકારને સંપૂર્ણ રીતે પાડવા ઉખાડીને ફેંકી માંગતા હોય તો પાડી નાખો પણ હું આ કાયદાને પશ્ચિમબંગાળમાં લાગુ નહીં થવા દઉં. નાગરિકતા સુધારા કાયદો લાગુ કરવા તેમણે મારી લાશ ઉપરથી પસાર થવું પડશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં જણાવ્યું કે અમારો વિરોધ પ્રદર્શન ત્યાં સુધી સતત ચાલુ રહેશે કે જ્યાં સુધી એનઆરસી અને નાગરીક સુધારા કાયદો કેન્દ્ર સરકાર પાછું ના ખેંચી લે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું. મમતા બેનર્જીનો વિરોધ પ્રદર્શન સોમવારે શહેરની મધ્યમાં ઇન્દિરા ગાંધી સરની માર્ગ પર બપોરે એક વાગે બીઆર આંબેડકર સ્ટેચ્યુને માળા પહેરાવીને શરૂ કરાયો હતો. વિરોધ રેલીમાં પાર્ટીના ઘણા નેતાઓ અને સેંકડો કાર્યકર્તાઓ સામેલ થયા હતા. રેલીની શરૂઆત કરતા પહેલા મમતાએ એનસીઆર અને સીએએને રાજ્યમાં લાગુ ન કરવા લોકોને શપથ લેવડાવી હતી અને ત્યારબાદ એક વિશાળ રેલીનું નેતૃત્વ કર્યું હતું. મમતાએ કહ્યું કે, કોઈને પણ બંગાળ છોડવાનું નહીં કહેવામાં આવે સાથે બધા ધર્મોના લોકોને શાંતિ અને સૌહાદ બનાવી રાખવા આહવાન કર્યો હતો. મમતાએ રેલીની શરૂઆતમાં શપથ લેવડાવતા કહ્યું કે, આપણે બધા દેશના નાગરિક છીએ આપણો આદર્શ બધા ધર્મોમાં સૌહાદ છે.આપણે કોઈને પણ બંગાળ છોડવા નહીં દઈએ. આપણે બધા શાંતિ સાથે ચિંતા મુક્ત થઈ ને રહીશું.
આપણે બંગાળમાં એનઆરસી અને સીએએને રાજ્યમાં લાગુ નહીં થવા દઈએ. આપણેને શાંતિ બનાવી રાખવાની છે. તેમણે પૂછ્યું કે, જો બધાનો સાથ નહિ હોય તો બધાનો વિકાસ કઇ રીતે થશે? મમતાએ આગળ કહ્યું કે, દિલ્હીના સીએમએ કહ્યું કે તેઓ કાયદાને લાગુ નહીં કરે, બિહારના સીએમએ કહ્યું કે, આ કાયદો બિહારમાં લાગુ નહીં થાય હું કહું છું કે નાગરિકતા સંશોધન કાયદાને પણ લાગુ નહીં થવા દે. મધ્યપ્રદેશ, પંજાબ, છતીશગઢ, કેરળના મુખ્યમંત્રીઓએ કહ્યું એ રીતે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને કહેવું પડશે. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં જારી હિંસા મામલે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, કેટલાક લોકો બીજેપી પાસેથી રૂપિયા લઈને આગજની અને તોડફોડ જેવી ઘટનાઓને અંજામ આપી રહી છે. બેનર્જીએ કહ્યું કે, માત્ર કેટલીક ટ્રેનોમાં આગ ચાંપવામાં આવી અને કેન્દ્ર સરકારે બંગાળમાં મોટાભાગના શહેરોમાં રેલ સેવાઓ રોકી દીધી. રેલીને સંબોધિત કરતા પહેલા તૃણમુલ સુપ્રીમોએ ટ્‌વીટ કરતા લખ્યું કે, ગેરબંધારણીય નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને કોલકાતામાં વિશાળ રેલી યોજવવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં બીજા અન્યો શહેરોમાં પણ સવારથી નાગરિકતા કાયદાને લઈ વિરોધ પ્રદર્શનો ચાલુ છે.
સીમદેગા શહેરમાં મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો છે. આ રેલીમાં સેંકડો લોકો સામેલ થયા હતા. પ્રદર્શનકારીઓએ નાગરિકતા કાયદાને ગેરબંધારણીય ગણાવ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ હિંસક પ્રદર્શનોને ધ્યાનમાં લેતા પાંચ જિલ્લોઓમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.