(એજન્સી) તા.ર૩
કોલકાતા હાઈકોર્ટે મુખ્યમંત્રી મમતા બેનરજીના નેતૃત્વવાળી રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે પ.બંગાળમાં સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એકટ (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી) લાગુ નહીં થાય તેવી જાહેરાતોનું પ્રસારણ બંધ કરવામાં આવે. બંગાળ સરકાર દ્વારા આપવામાં આવેલી આ જાહેરાતો સામે અનેક પિટિશનો દાખલ થયા પછી ચીફ જસ્ટિસ ટીબીએન રાધાક્રિષ્નન અને જસ્ટિસ રાધાક્રિષ્નનની બેંચે આ આદેશ આપ્યો હતો. બંગાળ સરકાર વતી હાજર રહેલા એડવોકેટ જનરલ કિશોર દત્તાએ કહ્યું હતું કે, આ જાહેરાતોનું પ્રસારણ અટકાવી દેવામાં આવ્યું છે. પરંતુ અરજદારોનું કહેવું છે કે, પશ્ચિમ બંગાળ પોલીસની વેબસાઈટ પર આ જાહેરાત હજી દેખાય છે. હવે કોર્ટ આ બાબતમાં ૯ જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે.