(એજન્સી) તા.ર૭
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારે સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એકટ વિરૂદ્ધ વધુ એક રેલી કાઢી હતી. આ રેલીમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે તે નાગરિકતા અંગેના જુદા જુદા રજિસ્ટરો, સીએએ, એનઆરસી અને એનપીઆર વડે મૂંઝવણ તેમજ નફરત ફેલાવી રહી છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે, તેમને પોતાને તેમની માતાની જન્મતારીખ અથવા તો તેમનો જન્મસ્થળ યાદ નથી. બેનરજીએ કહ્યું હતું કે, જ્યારે હું મારી માતાની જન્મતારીખ અને જન્મસ્થળ જણાવી શકતી નથી ત્યારે તમે બધા કેવી રીતે જણાવી શકશો ? મમતા બેનરજીએ તેમના સમર્થકો અને પાર્ટી કાર્યકરો સાથે રાજ્ય બજારથી મુલિક બઝાર સુધી કૂચ કરી વિશાળ રેલીનું નેતૃત્વ કર્યું હતું. આ રેલીમાં સંબોધન કરતાં તૃણમૂલ અધ્યક્ષે કહ્યું હતું કે, આ રેલીને લોકોનું સમર્થન છે. જેમ જેમ દિવસો પસાર થતાં જાય છે તેમ તેમ આપણે જોઈ શકીએ છીએ કે, વિરોધ-પ્રદર્શનોમાં ભાગ લેનારા લોકોની સંખ્યા વધી રહી છે. હું વિરોધ પ્રદર્શનની ભાષા સમજી શકું છું કારણ કે, મેં મારા સમગ્ર જીવન દરમિયાન વિરોધ પ્રદર્શનો કર્યા છે. વિદ્યાર્થીની તરીકે મેં કોલેજના ગેટ આગળ તેમજ માર્ગો પર પણ વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, અમે નફરતના બદલે પ્રેમનું રાજકારણ રમી રહ્યા છે. આપણે સાથે મળી વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છીએ. મમતા બેનરજીએ કહ્યું હતું કે, જો લોકો મુશ્કેલીમાં મૂકાશે. જો તેઓ તેમના અધિકારો ગુમાવશે તો અમે લડત આપીશું. આ લોકો હિન્દુ-મુસ્લિમ, રાષ્ટ્ર માટેની રોજીંદી લડત છે. તેઓ આપણને આપણા અધિકારો, વાસ્તવિકતાઓથી વંચિત કરી દેશે. તેઓ વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને ધમકાવી રહ્યા છે.
હું મારી માતાની જન્મતારીખ, જન્મસ્થળ જાણતી નથી, તમે કેવી રીતે જણાવશો CAA સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન મમતા બેનરજીનો પ્રશ્ન

Recent Comments