(એજન્સી) તા.૮
ડાબેરી પક્ષો અને કોંગ્રેસ પર હુમલો કરતાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું કે, રાજ્યમાં જેમનો કોઈ રાજનૈતિક આધાર નથી તે બંધ જેવુ સસ્તુ રાજકારણ કરીને અહીંથી અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેનરજીએ જણાવ્યું કે, તે બંધના ઉદ્દેશનું સમર્થન કરે છે પરંતુ તેમની પાર્ટી અને સરકાર કોઈપણ પ્રકારના બંધના વિરોધમાં છે. ઉલ્લેખનીય છે કે, બંધ કેન્દ્રની આર્થિક નીતિઓ, સંશોધિત નાગરિકતા કાયદો અને પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી એનઆરસીના વિરોધમાં બોલાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે અમે બંગાળમાં કોઈપણ પ્રકારના બંધની પરવાનગી નથી આપતા. બેનરજીએ જણાવ્યું કે, તે સીએએ અથવા એનઆરસીની વિરૂદ્ધ કોઈ મોટા આંદોલન સાથે નથી જોડાયા, ના બંગાળમાં અને ના તો દેશમાં બીજે ક્યાંય.