(એજન્સી) તા.૧પ
પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે અનુસૂચિત જાતિના વૃદ્ધોને દર મહિને રૂા.૧૦૦૦ પેન્શન આપવાની જાહેરાત કરી છે. મમતા સરકારે વિધાનસભામાં રૂા.ર,પપ,૬૭૭ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. એક સમાચારપત્રના અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળ સરકાર બજેટ ર૦ર૦-ર૧માં રાજય સરકારની નવી યોજના બંધુ પ્રકલ્પ રજૂ કરી હતી. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના ૬૦ વર્ષથી વધુ ઉમર ધરાવતા વૃદ્ધોને દર મહિને રૂા.૧૦૦૦ પેન્શન આપવામાં આવશે. પરંતુ આ યોજનાનો લાભ લેવાની શરત એ છે કે પેન્શન મેળવનાર વ્યકિત અન્ય કોઈ યોજના હેઠળ પેન્શન મેળવતું ન હોવું જોઈએ. આ સાથે જ સરકારે ચાના બગીચાઓને માટે આગામી બે વર્ષ સુધી કૃષિ કરમાં માફી આપી છે. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની જેમ બંગાળ સરકારે પણ ત્રણ મહિના દરમ્યાન ૭પ યુનિટ સુધી વીજળી મફત આપવાની જાહેરાત કરી છે.
મમતા બેનરજીએ અનુસૂચિત જાતિના વૃદ્ધોને દર મહિને રૂા.૧૦૦૦ પેન્શન આપવાની જાહેરાત કરી

Recent Comments