કોલકાતામાં મેગા રેલી કરવાના ત્રણ અઠવાડિયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી બંધારણ અને લોકશાબી બચાવોના વિપક્ષી નેતાઓના ધરણામાં સામેલ થયા હતા.  જંતર મંતર ખાતેના આ ધરણાને સામાન્ય રીતે મહાગઠબંધન ૨.૦ નામ અપાયું છે. દરમિયાન મમતા બેનરજી ધરણામાં સામેલ થતા પહેલા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે જઇને પ્રાર્થના પણ કરી હતી.