(એજન્સી) તા.ર૯
માનવાધિકાર કર્મશીલો સહિત ૩૦ જેટલી જાણીતી હસ્તીઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને જાહેર પત્ર લખી સહાયક શિક્ષકો દ્વારા કરવામાં આવતા આંદોલનમાં મધ્યસ્થી કરી તેનો અંત લાવવાની વિનંતી કરી હતી. ૩૭ સહાયક શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂખ હડતાળમાં બેનરજીને મધ્યસ્થી કરવાની વિનંતી કરતા પત્રમાં અફસોસ વ્યકત કરવામાં આવ્યો હતો કે, ૧પ નવેમ્બરથી શરૂ થયેલી આ ભૂખ હડતાળ અંગે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. શિક્ષકોની આ ચળવળના સહ-સંયોજક ભગીરથ ઘોષે કહ્યું હતું કે પાંચ દિવસ પહેલા ભૂખ હડતાળના કારણે બીમાર પડેલા શિક્ષકો હજી એનઆરએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ જાહેર પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં એપીડીઆરના સુજાતો ભાદરો અને સામાજિક કર્મશીલ તથા કટાર લેખક મિરાતુન નહાર સામેલ છે.