(એજન્સી) તા.૧૯
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી નાગરિકતા સુધારા બિલ અને દેશભરમાં એનઆરસી લાગુ કરવાના મોદી સરકારના નિર્ણય વિરૂદ્ધ આકરો વિરોધ નોંધાવી રહ્યો છે. તેઓ રાજ્યમાં આ મામલે વિરોધ નોંધાવવા કૂચ કરવા માટે માર્ગો પર ઊતરી આવ્યા છે. હવે તેમણે ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકારને પડકાર ફેંક્યો હતો કે, જો તેમનામાં હિંમત હોય તો આ મામલે સંયુક્ત રાષ્ટ્રમાં જનમતસંગ્રહ કરાવી બતાવે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નાગરિક્તા કાયદા અને NRCને લઈને ધારદાર નિવેદન આપ્યું છે. મમતાએ CAA અને NRC પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદની દેખરેખમાં જનમત સંગ્રહ કરાવવાની માંગ કરી છે. મમતા બેનરજીએ જણાવ્યું કે, જે હારે તેણે રાજીનામું આપવું પડશે. મમતા બેનરજીએ તૃણમુલ કોંગ્રેસની રેલીમાં જણાવ્યું કે, સ્વતંત્રતાના આટલા વર્ષો બાદ આપણે નાગરિક્તા સાબિત કરવાની જરૂરત કેમ પડી રહી છે ? મમતા બેનરજીએ માંગ કરી છે કે, નાગરિક્તા સંશોધન અધિનિયમ અને દ્ગઇઝ્ર પર જનમત સંગ્રહ કરાવવામાં આવે. તેમણે રેલીને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે, શું તમને બંનેને શું લાગે છે. તમારી પાસે બહુમતી છે એટલા માટે તમે ગમે તે કરી શકો છો. ચાલો જનમતસંગ્રહ કરાવી લઈએ. તમે લોકોને ભયભીત કરવાનું બંધ કરો. તમે સમાજના તમામ વર્ગના લોકોને ભયભીત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
આ સાથે જ મમતા બેનરજીએ જણાવ્યું કે, જનમત સંગ્રહ બાદ જોઈએ કે, કોણ જીતે છે. કેન્દ્રની મોદી સરકારને પડકારતા મમતાએ આગળ જણાવ્યું કે, જો તમે હારો છો, તો તમારે રાજીનામું આપીને જવું પડશે. મમતાએ જણાવ્યું કે, હું તમને પડકારૂં છુ. દેશને સાંપ્રદાયિક રમખાણોના ઉપયોગ થકી વિભાજિત કરવાનો પ્રયત્ન ના કરો. મમતાએ વધુમાં જણાવ્યું કે, ભાજપ નેતા ત્યારે ક્યાં હતા, જ્યારે સ્વતંત્રતા માટે સંઘર્ષ કરવામાં આવતો હતો ? આ શરમજનક છે કે, આપણા વાલીઓને દસ્તાવેજો નીકાળવા પડી રહ્યા છે. પહેલાં તેમણે કહ્યું કે, આધાર જરૂરી છે. હવે કહે છે આ જરૂરી છે. ભાજપને ૩૨ ટકા મત મળ્યા, પરંતુ ૬૮ ટકા લોકોએ વોટ નથી આપ્યો.
ભાજપમાં હિંમત હોય તો સંયુક્ત રાષ્ટ્રમાં સીએએ મુદ્દે જનમત સંગ્રહ કરાવે : મમતા બેનરજીનો પડકાર

Recent Comments