(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મમતા બેનર્જીને જન્મજાત વિદ્રોહી ઠેરવ્યા અને તે ક્ષણો યાદ કરી જ્યારે મમતા એક બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા અને તેઓ પોતાને કેટલું અપમાનિત થયા હોવાનું અનુભવી રહ્યા હતા.
મુખર્જીએ પોતાના નવા પુસ્તક ‘ધ કોએલિશન ઈયર્સ’માં મમતાના વ્યક્તિત્વની તે આભાનો ઉલ્લેખ કર્યો જેનું વર્ણન કરવું મુશ્કેલ અને ઉપેક્ષા કરવી અશક્ય છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે મમતાએ નીડર અને આક્રમકરૂપે પોતાનો માર્ગ બતાવ્યો છે અને તે તેમના સંઘર્ષનું પરિણામ છે. તેમણે લખ્યું કે મમતા બેનર્જી જન્મથી વિદ્રોહી છે. તેમની આ વિશેષતાને વર્ષ ૧૯૯રમા પશ્ચિમ બંગાળ કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીના એક પ્રકરણથી સારી રીતે સમજી શકાય તેમ છે. જેમાં તેઓ હારી ગયા હતા. પ્રણવે યાદ કર્યું કે તેમણે અચાનક પોતાનો વિચાર બદલ્યો અને પાર્ટી એકમમાં જાહેર ચૂંટણીની માંગ કરી. પૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે બેનર્જી સહિત પશ્ચિમ બંગાળ કોંગ્રેસના શીર્ષ નેતા જાહેર ચૂંટણીને ટાળવા માંગતા હતા કારણ કે તેનાથી પાર્ટીના સમૂહવાદનો અસલી ચહેરો સામે આવી જાય તેમ હતો. જે પછી વડાપ્રધાન અને કોંગ્રેસ પ્રમુખ પીવી નરસિંમ્હા કરાવે તેમને હસ્તક્ષેપ કરી સમાધાન કરવા માટે કહ્યું. તેમણે કહ્યું કે તે વર્ષે શિયાળાની ઋતુમાં એક દિવસ મેં મમતા બેનર્જી સાથે મુલાકાતનો આગ્રહ કર્યો જેથી સંગઠનાત્મક ચૂંટણીની પ્રક્રિયા વિશે તેમના દ્વારા કરવામાં આવેલી કેટલી ટિપ્પણીઓ પર ચર્ચા કરી શકાય. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે ચર્ચા દરમ્યાન અચાનકે મમતા નારાજ થઈ ગઈ અને મારા પર તથા અન્ય નેતાઓ વિરૂદ્ધ કાવતરૂં રચવાનો આરોપ લગાવ્યો. હવે તેમણે સંગઠનાત્મક ચૂંટણીને માંગ કરી અને કહ્યું કે તેઓ હંમેશા ચૂંટણી થાય તેવું ઈચ્છતી હતી જેથી સંગઠનાત્મક મામલાઓમાં નીચલા સ્તરના કાર્યકર્તાઓ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે. તેમણે લખ્યું કે મમતા તેમને અને અન્યો પર આરોપ લગાવતી રહી અને સંગઠનના પદ પરસ્પર વહેંચી લેવાનો આરોપ લગાવી ચૂંટણી પ્રક્રિયાને બરબાદ કરવાની વાત કહી. મુખર્જીએ લખ્યું કે મમતાની આ પ્રતિક્રિયાથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે કહ્યું કે તેઓ તેમના અને અન્ય નેતાઓના આગ્રહ પર આ મુદ્દે કોઈ સમાધાન કાઢવા ઈચ્છતા હતા. પરંતુ તેમણે દાવો કર્યો કે તેઓ તેમના વલણથી સહમત નથી અને જાહેર ચૂંટણી ઈચ્છે છે. આટલું કહ્યા બાદ તેઓ ઝડપથી બેઠકમાંથી ચાલ્યા ગયા અને હું સ્તબ્ધ હતો તથા પોતાને અપમાનિત અનુભવી રહ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે ગુપ્ત મતદાન દ્વારા પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં તેઓ સોમેન મિશ્રાથી ખૂબ જ ઓછા અંતરે હારી હતી. મુખર્જીએ લખ્યું કે જ્યારે પરિણામ જાહેર થયા ત્યારે હું ત્યાં જ હાજર હતો. રોષે ભરાયેલા મમતા મારી પાસે આવ્યા અને પૂછ્યું કે તમે ખુશ છો ? મને હરાવવાની ઈચ્છા પૂરી થઈ ગઈ ? મેં તેમને કહ્યું કે તેઓ ખોટું વિચારી રહ્યા છે. પ્રણવે મમતાને કહ્યું કે જ્યારથી તેઓ તેમને છેલ્લી વખત મળ્યા છે ત્યારથી તેમણે સંગઠનાત્મક ચૂંટણીમાં કોઈ ભૂમિકા ભજવી નથી. કોંગ્રેસના પૂર્વ નેતાએ પોતાના પુસ્તકમાં કહ્યું કે મમતા બેનર્જીનું એક મજબૂત નેતા રૂપે ઊભરી આવવું પશ્ચિમ બંગાળના સમકાલીન રાજકારણ માટે એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું તેમણે નીડર અને આક્રમકરૂપે પોતાની કારકિર્દી ઘડી અને તેઓ આજે આ મુકામ પર પહોંચ્યા છે. તેમણે સંઘર્ષ અને મહેનતથી આ મુકામ હાંસલ કર્યો છે. તેમણે મમતાના વ્યક્તિત્વની તે આત્માનો ઉલ્લેખ કર્યો. જેનું વર્ણન કરવું મુશ્કેલ અને ઉપેક્ષા કરવી અશક્ય છે. મુખર્જીએ ૧૯૮૪ લોકસભા ચૂંટણીમાં મમતાના વિજયનું વર્ણન કર્યું જ્યારે તેમણે જાધવપુરથી માકપા નેતા સોમનાથ ચેટર્જીને હરાવીને માર્ક્સવાદી પાર્ટીના ગઢમાં લૂણ લગાવ્યું. તેમણે કહ્યું તે શાનદાર જીત હતી અને તેઓ સાચી રીતે વિજેતા લાગી રહ્યા હતા. પોતાના રાજકીય જીવનમાં તેમણે મુશ્કેલ પડકારોનો સામનો બહાદુરીથી કર્યો અને તેને તકોમાં બદલવાનો પ્રયાસ કર્યો.