(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
ર૦૧૯ની લોકસભાની ચૂંટણીઓની પૂર્વતૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિપક્ષી દળો મોદી સરકારની વિરૂદ્ધ એકજૂથ થવાના પ્રયત્નમાં છે તો ભાજપે પણ પોતાની તૈયારીઓ શરૂ કરી છે. આ સાથે અફવાઓ અને રાજનૈતિક તર્કવિતર્કનો દોર પણ છૂટો મૂકાયો છે.
કેન્દ્રમાં સત્તાધારા પક્ષ ભાજપના અનેક સાંસદો પક્ષથી નાખુશ હોવાનું જણાઈ રહ્યું છે અને તેઓ આવનારી ચૂંટણીમાં પક્ષની વિરૂદ્ધ ઊભા થાય તેવી શક્યતાઓ છે. આવા નેતાઓમાં સૌપ્રથમ નામ શત્રુઘ્નસિંહાનું છે જે અવારનવાર મોદી સરકાર અને તેની નીતિઓની પણ સાથે જોડાયેલા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી અફવાઓ મુજબ મમતા બેનર્જી શત્રુઘ્નસિંહાને કેન્દ્રીયમંત્રી બાબુલ સુપ્રીયો વિરૂદ્ધ આસનસોલ લોકસભા સંસદીય ક્ષેત્રમાં ઊભા કરી શકે છે. આ અફવાઓ બાબુલ સુપ્રિયોએ ટિપ્પણી કરતાં તેને અચંબિત ગણાવી હતી. હાલ શત્રુઘ્નસિંહા પટના સાહિબના સાંસદ છે.