(એજન્સી) કોલકાતા, તા.૧૧
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ દિલ્હીમાં ભવ્ય વિજય માટે ‘આપ’ના મુખ્યમંત્રી કેજરીવાલને અભિનંદન આપ્યા હતા. એમણે બંગાળના બાંકુરામાં યોજાયેલ રેલીમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ, મહિલાઓને ત્રાસ આપવા બદલ ભાજપને સણસણતો જવાબ મળ્યો છે. ભાજપના હાથમાંથી એક પછી એક એમ બધા રાજ્યો સરકી રહ્યા છે. તેઓ બંગાળની ર૦ર૧માં યોજાનાર ચૂંટણીમાં આ પ્રકારનો જવાબ મેળવશે. દેશને ફક્ત વિકાસની જરૂર છે. સીએએ, એનઆરસી અને એનપીઆરની જરૂર નથી. એ વાત ભાજપે નોંધવી જોઈએ.
દિલ્હીમાં મહિલાઓ, વિદ્યાર્થીઓને ત્રાસ આપવા બદલ ભાજપને સણસણતો જવાબ મળ્યો : ‘આપ’ના વિજય પછી મમતાની પ્રતિક્રિયા

Recent Comments