(એજન્સી) તા.૯
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) તેમજ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલથી ચિંતિત થવાની જરૂર નથી. અમે કયારેય પણ આ બંનેને બંગાળમાં લાગુ કરવાની પરવાનગી નહીં આપીએ. તેમણે કહ્યું હતું કે, તમે ચિંતા ન કરો. તમારા પર કોઈ કશું પણ થોપી નહીં શકે. સોમવારે ખડગપુરમાં એક વિજય રેલી સંબોધતા મમતા બેનરજીએ કહ્યું હતું કે, દેશના કોઈપણ નાગરિકને શરણાર્થી બનાવવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સત્તા છે, ત્યાં સુધી અહીં આ બંનેને લાગુ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. મમતા બેનરજીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કોઈપણ કાયદેસર નાગરિકને દેશની બહાર કાઢી શકતી નથી અથવા તો તેને શરણાર્થી બનાવી શકતી નથી.
‘જ્યાં સુધી અમે છીએ કોઈ તેને લાગુ નહીં કરી શકે’ લોકસભામાં નાગરિકતા સુધારા બિલ રજૂ કરાતાં મમતાનો પડકાર

Recent Comments