(એજન્સી) કોલકાતા, તા. ૧૮
તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ બુધવારે વિવાદિત નાગરિકતા સુધારા કાયદા ૨૦૧૯ વિશે અમિત શાહને સવાલ કર્યો હતો. મમતાએ જણાવ્યું હતું કે, આધાર કાર્ડ કોઇ નાગરિકતાનો પુરાવો નથી તો પછી શા માટે તમે બધું આધાર સાથે જોડી રહ્યા છો? હાલની સરકાર પર વધુ આકરા પ્રહાર કરતા મમતા બેનરજીએ કહ્યું હતું કે, ભાજપ કહે છે કે, ‘સબકા સાથે સબકા વિકાસ’ જ્યારે વાસ્વતમાં તેઓ દરેક માટે આફત લાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ આખા દેશને અટકાયતી કેન્દ્ર બનાવવા માગે છે પણ અમે આવું થવા દઇશું નહીં. દેશમાં સારી સ્થિતિ કરવાનું અમિત શાહને કહેતા તેમણે કહ્યું કે, હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કહેવા માગું છું કે, દેશનું ધ્યાન રાખે અને તેમની પાર્ટીના સભ્યોને અંકુશમાં રાખે.