(એજન્સી) પેમ્પો,તા.૨૦
વીડિયોમાં સૈન્ય અને યુવાઓ સાથેની અથડામણ વચ્ચે સૈન્ય દ્વારા કેટલાંક યુવાનોને માનવઢાલ તરીકે ઉપયોગ કરવાનો પમ્પોરના સાંબુરા ખાતે રહતા લોકોએ આરોપ લગાવ્યો હતો. ઓળખ જાહેર ન કરવાની શરતે એક યુવાને જણાવ્યું કે, યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે જવાનોએ આવીને તેઓના કોલર પકડીને ખેંચીને રોડ પર લાવ્યા હતા. જ્યાં લોકો વિરોધ કરી રહ્યા હતા. સ્થાનીય લોકોએ સૈન્યને ત્યાં શોધખોળ કરતા રોક્યા હતા. માનવઢાલ તરીકે ઉપયોગ કરાયેલ એક યુવાને જણાવ્યું કે, સૈન્યના તેઓએ અમને લશ્કરના વાહનોની સામે બેસાડી દીધા. લોકો અમને દૂરથી જોતા હતા પરંતુ તેઓ ગુસ્સો અને વિરોધ દર્શાવવા સિવાય કંઇપણ કરી શકતા નહોતા. અમારા પડોશીઓએ અમારી દુર્દશાની વીડિયો ઉતારી, જેના લીધે સૈન્ય ઉશ્કેરાયુ અને અમને માર માર્યો હતો. સાંબુરા ઑકફ કમિટીના એક સભ્યએ જણાવ્યું કે, સૈન્યએ આ વિસ્તારમાં ખૂબ જ તારાજી સર્જી છે. “બે ઘરોને નુકસાન પહોંચાડ્યા બાદ એક યુવાની ધરપકડ કરી હતી. દર વખતે દળો અહીંયા આવીને સર્ચ ઓપરેશન કરે છે અને લોકોની સતામણી કરે છે અને લોકોના ઘરોને નુકશાન પહોંચાડે છે. તેમણે કહ્યું કે, સ્થાનિય લોકોએ હાઇવે બ્લોક કરવાની પણ ધમકી આપી પણ તેઓએ સતામણી કરવાનું ચાલુ રાખ્યું હતું. પોલીસનું કહેવું છે કે, આંતકી વિરોધી ઓપરેશન દરમિયાન દળો અને ત્યાંના સ્થાનિય લોકો વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસે જણાવ્યું કે, યુવાનો દળો પર પથ્થરમારો કરી રહ્યા હતા. જેથી દળોએ હવામાં ગોળીબાર કરીને તેઓને ડરાવવાનો પ્રયાસ કર્યો.