(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૨૬
ઉના શહેરના વેરાવળ રોડ પર આવેલ રેલવે ફાટક નજીક માનવ ખોપડી પડી હોવાનું આજુબાજુ રહેતા લોકોની નજરે પડતા પોલીસને જાણ કરાતા રાત્રીના સમયે આ માવન ખોપડી નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી વહેલી સવારે ઉના મામલતદાર, તબીબ ટીમ, તેમજ એફએસએલ, પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ ખોપડી કબજે કરી આ ખોપડીના સાથેનું કંકાલની શોધખોળ શરૂ કરી ખોપડી લેબમાં મોકલી ડીએનએ પ્રોફાઇલ માટે આ ખોપડીનું અકબંધ રહેલ રહસ્યને બહાર લાવવા તપાસ ધમધમી કરાયેલ છે. મોડી રાત્રીના માનવ ખોપડી મળ્યા બાદ વેરાવળ ખાતેથી એફએસએલ ટીમ ઉના પહોંચી હતી. અને તબીબ મિશ્રા તેમજ મામલતદાર અને પોલીસ અધિકારી પીએસઆઇ રાજ્યગુરૂ ઘટનાસ્થળે દોડી આ માનવ ખોપડી કબજે કરી આજુબાજુ વિસ્તારમાં તપાસ ધમધમતી કરી હતી. ખોપડીનો ભેદ ઉકેલવા એફએસએલ અને ડોગ સ્કોર્ડની મદદ મેળવી સમગ્ર વિસ્તારને ધમધોળ્યા બાદ માનવ હાડપીંજર કંકાળ ક્યા તેની શોધખોળ કરાઇ રહી છે અને આ માનવ કંકાલ કોનું તેનું રહસ્ય હાલ તો અકબંધ છે, પરંતુ પ્રાથમિક પોલીસના તારણ મુજબ આ ખોપડી કોઇ રેલવે સ્ટેશન પર આવતા સાધુઓ તાંત્રિક વિધિ માટે લાવવામાં આવી કે અન્ય કોઇ કારણ છે, તે દિશામાં તપાસ ધમધમી રહી છે. ભરચક ધમધમતા રેલવે સ્ટેશન નજીક આ ખોપરી મળતા તેનુ કંકાલ હશે, તેવું તપાસનીસ અધિકારીનું માનવું છે અને તેની શોધ કરાઇ રહી છે. આ ખોપરી કોની ? શું કોઇની હત્યા કરાઇ છે ? ચર્ચાતો મુદ્દો બની રહ્યો છે. રેલવે સ્ટેશન પાસે કેવી રીતે આ આવી તે સવાલ ચકચાર મચાવી છે, તે અંગે પોલીસ તપાસ હાથ શરૂ કરેલ છે.