પ્રજાસત્તાક દિન નજીક આવતાં જાહેર રોડ-રસ્તા-ફૂટપાથ સહિતના સ્થળોએ ત્રિરંગાનું વેચાણ કરનારા લોકો નજરે પડી રહ્યા છે. બીજી તરફ લોકો ત્રિરંગાની ખરીદી પણ કરી રહ્યા છે ત્યારે ઘણીવાર પ્રજાસત્તાક દિન કે સ્વતંત્રતા દિનનો પર્વ પૂરો થતાં ઘણી જગ્યાએ ત્રિરંગાનું મહત્ત્વ અને સ્વમાન સચવાતું નથી અને તે રોડ કે રસ્તા પર પડેલો નજરે પડે છે ત્યારે આપણે જેટલા માનભેર તેને ખરીદીએ છીએ એટલા જ માનભેર જાળવીએ તે પણ અગત્યનું છે.