(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨
શહેરના વેડરોડ સિંગણપોરની મંદબુદ્ધિ યુવતી ઉપર પડોશી દિનેશ ભૂરિયાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદના આધારે ચોક પોલીસ દોડતી થઈ ગઈ હતી. જાકે પ્રાથમિક પોલીસ તપાસમાં બળાત્કારની ફરિયાદ ખોટી હોવાનું બહાર આવતા હાલ તુરંત ચોક પોલીસે પીડિતા યુવતીના મેડીકલ પરીક્ષણના રિપોર્ટની રાહ જાઈ રહી છે.
દરમિયાન આ બળાત્કારની ફરિયાદ બાદ તુરંત જ ચોક પોલીસે પડોશી દિનેશ ભૂરિયાની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. ફરિયાદમાં ઘટના તારીખ-સમયે પડોશી દિનેશ ભૂરીયો બહારગામ હોવાના પુરાવા પોલીસને આપ્યા હતા. હાલ તુરંત ચોક પોલીસે પડોશી દિનેશ ભૂરિયાની ધરપકડ બતાવી નથી. પરંતુ યુવતીનું મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું. આ મેડીકલ પરીક્ષણનો સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ દૃષ્ટિએ આ ફરિયાદ ખોટી હોય, તેમ લાગી રહ્નાં છે. આંતરિક ઝગડામાં આ ફરિયાદ કરવામાં આવી હોવાનું લાગી રહ્યાં છે. જાકે જ્યાં સુધી મેડીકલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી સ્પષ્ટ કહી શકાય તેમ નથી.