પેરિસ, તા.ર૩
માન્ચેસ્ટર યુનાઈટેડ ભલે ઈંગ્લીશ પ્રીમીયર લીગમાં બીજા સ્થાને રહી હોય પણ ઓવરઓલ કિંમતના આધારે આ ફૂટબોલ કલબે બધાને પાછળ પાડી દીધા છે. કેપીએમજી દ્વારા જાહેર કરાયેલ એક રિપોર્ટ અનુસાર માન્ચેસ્ટર યુનાઈટેડની સમગ્ર (ઓવરઓલ) કિંમત ગત વર્ષની તુલનામાં પાંચ ટકા વધીને ૩.૭૭ અબજ ડોલર થઈ ગઈ છે. રીયલ મેડ્રિડની કિંમત ર.૯ અબજ ડૉલર અને એફસી બાર્સીલોનાની ર.૮ અબજ ડૉલર છે. ફર્મના ખેલ મામલાના પ્રમુખ સલાહકાર બોસુઝેએ કહ્યું કે અમે દરેક કલબની સંપત્તિઓની ગણતરી કરી જો તે કોઈ સ્ટેડીયમના માલિક છે. ખેલાડીઓની કિંમત અને બ્રાન્ડ અથવા જાહેરાત કરાર અને સોશિયલ નેટવર્ક ઉપર તેની પહોંચ બાયર્ન મ્યુનિચ આ યાદીમાં ચોથા જીવેંટસ નવમાં અને પેરિસ સેંટ જર્મન ૧૧માં સ્થાને છે.