(એજન્સી) ભોપાલ, તા.૧૯
દિગ્વિજય સિંહ અંગે ફરી ભોપાલમાં હોબાળો થયો છે. ભોપાલમાં કોંગ્રેસના સિનિયર લીડર દિગ્વિજયસિંહની વિરૂદ્ધ પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. જેમાં દિગ્વિજયસિંહને મંદિરોમાંના આવવા દેવાની વાત લખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મંગળવારે દિગ્વિજયસિંહ સાધુ-સંતો અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. ભોપાલના કેટલાક મંદિરોની સામે પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. પરશુરામ મંદિર, હનુમાન મંદિર અને સાંઈ મંદિર સહિત કેટલાક મંદિરોની સામે આવા પોસ્ટર ચોંટાડવાના સમાચાર છે. સમાચાર મુજબ આ પોસ્ટરોને આ નિવેદનના જવાબ તરીકે જોવામાં આવી રહ્યા છે. પોતાના નિવેદનમાં દિગવિજયસિંહે જણાવ્યું હતું કે જે લોકોએ સનાતન ધર્મને બદનામ કર્યો છે. તેમને ભગવાન પણ માફ નહીં કરે. આજે ભગવા પહેરતા લોકો ચુરણ વેચી રહ્યા છે. ભગવા વસ્ત્ર પહેરતા લોકો બળાત્કાર કરી રહ્યા છે. તેમના નિવેદન પર હિન્દુ સંગઠનોએ વિરોધ દર્શાવ્યો છે. ભાજપ નેતા રાજેશ કુમારે કોંગ્રેસના સીનિયર લીડરની વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. ત્યાં શહેરની અંદર રાત્રીના અંધકારમાં દિગ્વિજય સિંહની વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે.