(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૩૧
વડોદરામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનની પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં વડોદરા આવી પહોંચેલા મંત્રી મનસુખ માંડવીયાએ પોતે સીએમની રેસમાં નહી હોવાનું જણાવ્યું હતું. તેઓએ પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારપા અંગે સરકાર ચિંતીત હોવાનું જણાવ્યું હતું.સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત વડોદરામાં ૧૫ તળાવોને ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી છે. આજે શહેરનાં વારસીયા સિંધુ સાગર તળાવમાં આ અભિયાનનાં પૂર્ણાહુતિ કાર્યક્રમમાં કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ એન્ટ હાઇવેઝ શિપીંગ, કેમીકલ ફર્ટીલાઇઝર્સ વિભાગનાં રાજ્ય કક્ષાનાં મંત્રી મનસુખ માંડવીયા વડોદરા આવ્ય હતા. તેઓએ નર્મદાના જળ કળશની જૂજા કરી નર્મદાના પવિત્ર જળને સિંધુ સાગર તળાવમાં વહાવ્યા હતા.
પત્રકારો સાથેની વાતચીતમાં તેઓને પુછેલા પ્રશ્નનાં ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની રેસમાં નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જ રહેશે. પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારા અંગે તેઓને જણાવ્યું હતું કે, ટેકનીકલ ભુલને કારણે એક પૈસાનો ઘટાડો થયો છે. જેની વિગતવાર માહિતી અપાઇ છે. જોકે પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારા સામે સરકાર ચિંતીત હોવાનું જણાવી આવનાર દિવસોમાં તેના પર નિયંત્રણ આવશે તેમ વધુમાં તેઓએ જણાવ્યું હતું.