(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
સેવાનિવૃતીના છેલ્લા દિવસે કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિએ એવું જણાવ્યું કે મને ભગવા આતંકની સંજ્ઞાનો વાંધો, આતંકનો કોઈ ધર્મ હોતો નથી. અક ખાસ વાતચીતમાં મહર્ષિએ લવજેહાદ, હરિયાણા હિંસા, રામ રહીમની સજા તથા આતંકી ફંડિંગ પર એનઆઈએની કાર્યવાહી જેવા વિવિધ મુદ્દે વાત કરી. ભગવા આતંકવાદ માટે હિન્દુવાદી સંગઠનોને જવાબદાર ઠેરવવાની વાત પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે મને મને ભગવા આતંકની સંજ્ઞાની ખૂબ વાંધો-વિરોધ છે. કારણ કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. આતંકવાદમાં કોણ સંડવોયાલું હતું તે નક્કી કરવાનો અધિકાર કોર્ટનો છે. મહર્ષિએ એવું પણ જણાવ્યું કે પાકિસ્તાન આતંકવાદી દેશ છે અને હવે વિશ્વને તેની ખબર પડી રહી છે. તેમણે કહ્યું કે પકિસ્તાન આતંકવાદ, કાશ્મીરમાં પરિસ્થિતિ ભડકાવી રહ્યું છે અને દાઉદ ઈબ્રાઈમને શરણ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમૂદાયને હવે ભાન પડી રહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદી જૂથોને શરણ આપી રહ્યું છે અને તેને ઉશ્કેરી રહ્યું છે. તેમણે કહ્યું કે ૨૦૧૬ પછી કાશ્મીરમાં ખૂબ જાનહાની થઈ છે. જોકે ૨૦૧૭ માં પરિસ્થિતિ થોડી સુધરી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં કાશ્મીર ખીણમાં ૧૪૦ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે ખુદ મુખ્યમંત્રીએ કહ્યું કે કાશ્મીરી લોકો શાંતિ ઝંખી રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે કાશ્મીરી લોકો આઝાદી માંગી રહ્યાં છે તેવી મીડિયાની કલ્પના છે. કેન્દ્ર સરકારે અલગાંવવાદીઓને સુરક્ષા કે ફંડ પૂરુ પાડ્યું છે તેવા દાવાને ફગાવતાં તેમણે કહ્યું કે મને નથી લાગતું કે કેન્દ્ર સરકારે કોઈ સુરક્ષા કે ફઁડ પૂરુ પાડ્યું છે.