અમદાવાદ, તા.૬
અમે સુપ્રીમ કોર્ટના બંને ચુકાદાનું સ્વાગત કરીએ છીએ અમે (સુપ્રીમ કોર્ટમાં આસામ નાગરિકતાના કેસને સંબંધિત બે મુદ્દાઓ વિલંબિત હતા, પહેલો કેસ આસામ સરકાર, જેનું માનવું હતું કે, નાગરિકતાના પ્રમાણ માટે પંચાયત પ્રમાણપત્ર માન્ય નથી જેને સુપ્રીમ કોર્ટ નકારી કાઢ્યું છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે ૪૮ લાખ મહિલાઓની નાગરિકતાને લઈને બધી જ અટકળો સમાપ્ત થઈ ગઈ છે. બીજો કસ અસલી નાગરિકતા અને દ્વીતિય નાગરિકતાનો હતો. સુપ્રીમ કોર્ટે આને પણ નકારતા કહ્યું કે, આવા શબ્દોનું ભારતમાં કોઈ સ્થાન નથી.) અને અમે સુપ્રીમ કોર્ટને અભિનંદન કરીએ છીએ કે, નામદાર સુપ્રીમ કોર્ટ સંવિધાનને ધ્યાનમાં લઈ કાયદાનું યોગ્ય અર્થઘટન કરેલ છે. એમ મૌલાના અરશદ મદની (સદર જમિયતે ઉલમા-એ-હિન્દે) જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી શંકા-આશંકાના વાદળો લુપ્ત થઈ ગયા અને ચુકાદાનો લાભ સમાજના દરેક વર્ગને મળશે. મૌ. મદનીએ વધુમાં જણાવ્યું હતું કે, જમિયતે ઉલમા-એ-હિન્દ અને તેના સેવકો ૪૮ લાખ બે સહારા હિંદુ-મુસ્લિમ સ્ત્રીઓના માટે અલ્લાહના ફઝલથી સહારો બની ગયા. આ એક એવી સિદ્ધિ છે. જેને અમો નજાતનો ઝરીયો સમજીએ છીએ. નફરત અને કોમવાદના રાજકારણ સમયમાં જ્યાં આવી કટોકટીને જન્મ આપનાર લાગે છે ત્યાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સાબિત કરી દીધો છે કે, આગ પર અમી વર્ષા કરનાર લોકો પણ દેશમાં છે. આ ચુકાદાથી દેશમાં અને વિશેષ રૂપે આસામમાં આવનાર દિવસોમાં પ્યાર મહોબ્બતનો દીપ પ્રગટશે. અમને ઘણો જ આનંદ છે કે, સુપ્રીમ કોર્ટમાં અમારી આસ્થા અને વિશ્વાસ વધી ગયો છે. જેના માટે અમારા વકીલો પણ અભિનંદન પાત્ર છે કે, જેઓએ કેસ ઘણી મહેનત અને મજબૂતીથી લડેલ છે. જમિઅતેે ઉલમા આસામના અધ્યક્ષ મૌ. મુસ્તાક અનફરે પણ ચુકાદાનું સ્વાગત કરતા જણાવ્યું છે કે, આ આસામની જનતા અને ન્યાયની જીત છે. યાદ રહે સુપ્રીમ કોર્ટમાં આસામ કેસમાં જમિયતે ઉલમા-એ-હિન્દ (મૌ. અરશદ મદની) મુખ્ય પક્ષકાર તરીકે હતા અને જમિયતે ઉલમા તરફથી સિનિયર એડ. કપિલ સિબ્બલ, સિનિયર એડ.સલમાન ખુરશીદ તેમજ અન્ય વકીલોએ પેરવી કરી હતી. તાજેતરમાં આસામ નિરાધારો બાબતે મૌ. અરશદ મદનીના એક નિવેદનને લઈ અમૂક કટ્ટરપંથીઓએ વિવાદ સર્જી મૌલાના પર કેસ પણ દાખલ કર્યો હતો.