અમદાવાદ,તા.ર૬
રાજ્ય સભાના સાંસદની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે અહમદભાઈ પટેલે ગાંધીનગરમાં ફોર્મ ભર્યું હતું ત્યારે અહમદભાઈએ ટ્‌વીટર ઉપર ટ્‌વીટ કરીને જણાવ્યું કે આજે ગાંધીનગરમાં રાજ્યસભા માટેની ઉમેદવારીનું ફોર્મ ભર્યું. કોંગ્રેસ પાર્ટીના નેતાગણ અને કાર્યકરોએ મને આ તક આપી તે બદલ તમામનો આભારી છું. એમ તેમણે જણાવ્યું હતું.