અમદાવાદ, તા.૩
ગ્રાન્ટેડ શાળાનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોનો ફક્સ પગારનો વેતનભેદ દુર કરવા, ફિક્સ પગારની નોકરી નિવૃત્તિ વિષયક લાભો તથા ઉચ્ચતર પગારધોરણમાં સળંગ ગણવા અને સાતમાં પગારપંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા અંગેની માગણીઓ જો પમી સપ્ટેમ્બર “શિક્ષકદિન” સુધીમાં નહીં ઉકેલાય તો તા.૧૬-૦૯-૧૮ના રોજ ગ્રાન્ટેડ શાળાના ર૦૦૦થી વધુ શિક્ષક ભાઈઓ રાજ્યના ચાર ઝોન મહેસાણા, આણંદ, રાજકોટ અને સુરત ખાતે “ટકો-મુંડન” કરાવશે. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઈ-મેઈલ કરી આજરોજ રજૂઆત કરવામાં આવી છે. એમ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ પંકજ પટેલ અને મહામંત્રી વિજય પટેલે એક યાદીમાં જણાવ્યું છે.