(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.ર૭
માંગરોળ બંદરના વિકાસ માટે ફેસ-૩ મુજબની નવી આધુનિક ગોદી બનાવવાના કામનું ખાતમુહૂર્ત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બીજી ઓકટોબરે માંગરોળ આવવાના સમાચારો વાયુવેગે થતા તંત્ર ઊંધે માથે થયુ છે. જૂનાગઢ જિલ્લાના કલેકટર, જિલ્લા પોલીસ તંત્ર માંગરોળ દોડી આવ્યા હતા. માંગરોળ મામલતદાર ત્રિવેદી સ્થાનીક પોલીસ તંત્ર સાથે મુલાકાત કરી કાર્યક્રમ બાબતે ચર્ચા કરી, રાષ્ટ્રપતિની સુરક્ષા સબંધે કાર્યક્રમ સ્થળ અને રૂટ નક્કી કરવા માંગરોળ બંદર ઉપર જઇ જાત નિરીક્ષણ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે માંગરોળ બારા ખાતે ગોદીનો મુદ્દો હજુ લટકતો છે જ્યારે હાલની ગોદીમા લઘુમતી સમાજના માછીમારોને બોટો લંગારવા દેવામાં આવતી નથી ત્યારે આગામી ધારાસભાની ચૂંટણીને નજરમાં રાખી કોળી સમાજ અને દલીત સમાજના મતદારોને રીઝવવા ભાજપ દ્વારા રાષ્ટ્રપતિના ગુજરાતના કાર્યક્રમો ગોઠવાઇ રહ્યા હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા એ જોર પકડયું છે. ચંૂટણી જીતવા ભાજપ રાષ્ટ્રપતિનો રાજકીય ઉપયોગથી રાષ્ટ્રપતિ પદની ગરીમા લજવાય રહી છે તેવી ભારે ચર્ચા થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની જેમ કોળી અને દલીત સમાજને કહયાગરો સમજવાની ભૂલ ભાજપને ભારે પડે તેવા આસાર સેવાય રહ્યા છે. આ ગોદીના ખાતમુહૂર્ત માટે પી એમ મોદીએ આવવાનું માડી વાળ્યું પહેલા મોદીને આવવાની ચર્ચા હતી.