માંગરોળ, તા.ર૬
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતેથી આજરોજ ૯૦ હાજીઓનો કાફલો રવાના થતાં શહેરમાં ઈદ જેવો માહોલ સર્જાયો હતો. માંગરોળ ખાતેથી આજે એક પ્રાઈવેટ ટૂર દ્વારા માંગરોળના પ્રખ્યાત મૌલાના ઈકબાલ સાહબ બિલ્લીની સરપરસ્તીમાં માંગરોળ ખાતેથી ૯૦ હાજીઓનો કાફલો સફરે હજ માટે રવાના થયો છે. આ હાજીઓ તા.ર૭/૭ અમદાવાદ ખાતેથી હજ માટે સઉદી અરેબિયા રવાના થશે. ગુજરાતભરમાંથી આ વર્ષે માંગરોળ આ પ્રથમ ૯૦ હાજીઓનો કાફલો રવાના થશે. માંગરોળ ખાતેથી રવાના થતાં આ હાજીઓને વિદાય આપવા પેરેડાઈઝ સોસાયટીમાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.