(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.ર૭
તારીખ ૨૭/૧૨/૧૯નાં શુક્રવારે તાલુકા મુસ્લિમ સમાજ તરફથી સી.એ.ઍ. અને એન.આર.સી.નાં વિરોધમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર તરફથી નાગરિકતા સંશોધન કાયદો અમલમાં મુક્યો છે, જેમાં મુસ્લિમ સમાજને બાકાત રાખવામાં આવ્યા છે, જે દેશનાં બંધારણના વિરોધમાં જણાય છે. બિનસાંપ્રદાયિક દેશની પરંપરાથી વિપરીત મુસ્લિમોને ટારગેટ બનાવી તથા એસ.ટી., એસ.સી, ઓ.બી.સી. લોકોનાં નાગરિકત્વને જોખમમાં મૂકવા. તથા ધ્રુવિકરણ કરવાનાં બદ આશયથી પ્રજાને માથે થોકવા બરાબર છે. અગાઉ પણ લોકહીતમાં લોકવિરોધી કાયદા રદ કરવામાં આવેલા છે, આઝાદી પછી જે લોકો ભારતમાં રહી ગયા અને આજે પણ ભારતનાં નાગરિક તરીકે વસવાટ કરે છે તેમનેજ રહેવા દેવા જોઈએ. બીજા કોઈને પણ ભારતમાં રહેવા માટે નાગરિકતા ન આપવા અનુરોધ કર્યો છે, કેમ કે દેશમાં વસતા લોકો પાસે જ રોજગારી નથી, હાલમાં પણ ગરીબી સાથે ભૂખ મરો પણ છે. જેથી આ કાયદો રદ કરવા માંગ કરાઈ છે.આ પ્રંસગે મકસુદભાઈ માજરા( લાલભાઇ), હૈદરભાઈ હામિદ, કુતુબુદીન હફેજી, મહમદ પટેલ, શામજીભાઈ ચૌધરી, માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, યુસુફ ભાઈ જીભાઇ, શાબૂદીન મલેક, નસરૂભાઈ પઠાણ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજનાં લોકો હાજર રહ્યા હતા. આયોજકોએ આ પ્રસગે માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ. પરેશભાઈ નાયી સહિત સમગ્ર પોલીસ સ્ટાફનો આ કાર્યક્રમ યોજવા માટે જે સાથ સહકાર આપ્યો એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે એસ.આર.પી., સ્થાનિક પોલીસ, હોમગાર્ડ, વગેરેનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
માંગરોળમાં CAA અને NRCના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર

Recent Comments