માંગરોળ, તા.૭
માંગરોળ પોલીસ મથકના પીએસઆઈ એ.બી.મોરીને બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે ખૂલ્લી જગ્યામાં જુગારધામ ધમધમી રહ્યો હતો ત્યાં ત્રાટક્તા સ્થળ ઉપરથી હિતેશ સુરેશ પટેલ, સિરાઝ અબ્બાસ પટેલ, સજ્જનસિંહ ઉદેસિંહ ગોહિલ દિનેશ ઈશ્વર પટેલ, આશ્વીન અમરસિંહ વસાવા કય્યુમ મહેબૂબ શેખની અટક કરી અને સ્થળ ઉપરથી દાવના રોકડા ૧૪ર૦૦ રૂપિયા, કુલ પાંચ મોબાઈલ જેની કિંમત ૧પ૦૦૦ રૂપિયા, પોલીસની રેડ જોઈ ભાગી છૂટેલ ઈકબાલ યુસુફ પટેલ જેની મોટરસાઈકલ જી.જે.૧૯ એડી-૧૮પ૧ જેની કિંમત ૩પ૦૦૦ રૂપિયા તથા અન્ય ભાગી છૂટેલ શખ્સ મોટરસાઈકલ જી.જે.પ કે.જે.૪૬૯૬ જેની કિંમત ૧પ૦૦૦ હજાર રૂપિયા મળી કુલ ૧,૦૭,૦૩૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માંગરોળ પોલીસે હાથ ધરી છે.