અમદાવાદ, તા.૩૧
અગસ્ટા વેસ્ટલેન્ડમાં મોદી સરકાર કપટી ભૂમિકા છુપાવવા માટે કામગીરી કરી રહી છે. કોંગ્રેસની યુપીએ સરકારે અગસ્ટા વેસ્ટ લેન્ડ સામે બેન્ક ગેરેન્ટી જપ્ત કરવા સહિત બ્લેક લીસ્ટીંગ કરવાની નિર્ણાયક કાર્યવાહી કરી હતી પરંતુ મોદી સરકારે અગસ્ટા વેસ્ટ લેન્ડની બ્લેક લીસ્ટીંગ ખત્મ કરી આ કંપનીને મેક ઈન ઈન્ડિયાનો ભાગીદાર બનાવી હતી. એમ જણાવી કોંગ્રેસે ભાજપ સરકાર પાસે જવાબ માંગ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે, રાફેલ સોદામાં કરોડો રૂપિયાના કૌભાંડ, પોતાના મળતિયા ઉદ્યોગપતિને મદદ કરવાના મોદી સરકારના ચાલ-ચલન-ચરિત્ર અને ચહેરો ખુલ્લો પડી જતા ગભરાયેલ અને બેબાકળી બનેલી ભાજપ-મોદી સરકાર દેશની જનતાને જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અગસ્ટા વેસ્ટલેન્ડ અંગે ૧ર-૦ર-ર૦૧૩ના રોજ યુપીએ સરકારે તપાસના આદેશ આપ્યા, સીબીઆઈને તપાસ સોંપી ર૭-૦ર-ર૦૧૩ના રોજ તત્કાલિન રક્ષામંત્રી એ.કે. એન્ટનીએ જે.પી.સી. તપાસ અંગે લોકસભામાં પ્રસ્તાવ આપ્યો હતો પણ ભાજપે લોકસભામાં ના પાડી, વિરોધ કર્યો હતો. કોંગ્રેસની યુપીએ સરકારે તા.ર૩-૦પ-ર૦૧૪ના રોજ અગસ્ટા વેસ્ટલેન્ડની રર૮ મિલિયન યુરો બેન્ક ગેરંટી જપ્ત કરી નિર્ણાયક કાર્યવાહી કરી હતી. પરંતુ મોદી સરકારે રર-૮-ર૦૧૪ના રોજ અગસ્ટા વેસ્ટલેેન્ડની બ્લેક લીસ્ટીંગ ખત્મ કરી ૩ માર્ચ ર૦૧પના રોજ અગસ્ટા વેસ્ટલેન્ડ/ફિનમેકેનીકાને મેક ઈન ઈન્ડિયાનો ભાગ બનાવ્યો હતો. ત્યારે દામદાર-ચોકીદારથી દેશ જવાબ માંગે છે કે નરેન્દ્ર મોદીએ અગસ્ટા વેસ્ટલેન્ડ/ફિનમેકેનિકાની બ્લેક લીસ્ટીંગ હટાવી “મેક ઈન ઈન્ડિયા”ના ભાગીદાર કેમ બનાવી, બ્લેક લીસ્ટેડ કંપનીને ફોરેન ઈન્ટોસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડથી રોકાણ માટે મંજૂરી આપી એએ/૯ સૈનિક હેલિકોપ્ટર બનાવવાની અને ૧૦૦ નૈસેના હેલિકોપ્ટર માટે બોલી લગાવવાની મંજૂરી કેમ આપી? ઉક્ત કંપની સામે તમામ કેસો હારી ગઈ તથા કેસ સામે અપીલ કેમ ના કરી ?, ક્રિશ્ચયન મિશેલનો ઉપયોગ ષડયંત્ર કરી પટકથા લખવા માટે તથા ખુદ મોદી સરકારના ગોટાળા છુપાવવા કેમ કરી રહી છે ? તેનો જવાબ આપે.