પ્રિટોરિયા, તા.૪
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા મનિષ પાંડેએ અણનમ ૯૩ રનની ઈનિંગ રમી તેની આ શાનદાર ઈનિંગની મદદથી ભારત ‘એ’એ ત્રિકોણીય વન-ડે સીરિઝની એક રોમાંચક મેચમાં દ.આફ્રિકા ‘એ’ને એક વિકેટે પરાજય આપ્યો. ભારત સામે વિજય માટે ર૬૭ રનનું લક્ષ્યાંક હતું પણ તેની શરૂઆત સારી રહી નહીં અને તેના ત્રણ બેટ્‌સમેન ૭૦ રનમાં પેવેલિયન પરત ફર્યા. પાંડેએ અહિંયાની જવાબદારી સંભાળી ૮પ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૯૩ રન બનાવ્યા જેનાથી ભારતીય ટીમે ૪૯.૪ ઓવરમાં નવ વિકેટે ર૬૭ રન બનાવી વિજય મેળવ્યો. પાંડે ઉપરાંત ઓપનર સેજી સેમસને ૬૮ રન અને કુણાલ પંડ્યાએ રપ રનનું યોગદાન આપ્યું. આ પહેલાં દ.આફ્રિકા ‘એ’ ૪૮.ર ઓવરમાં ર૬૬ રન બનાવી ઓલઆઉટ થયું. તેની ઈનિંગનું આકર્ષણ હેનરિન કલાસેન (૧ર૭)ની સદી રહી નીચલાક્રમના બેટ્‌સમેન વિલિયમે ૬૬ રનની ઈનિંગ રમી.