(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
રવિવારે દિલ્હીમાં મોટાપાયે હિંસા ફેલાઈ હતી. દેખાવોના નામે સિટીઝનશીપ મુદ્દે દેખાવકારો પર હિંસાનો આરોપ લગાવાય છે પરંતુ ખરા ગુનેગારો છટકી જાય છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ એક વીડિયો રજૂ કર્યો છે જેમાં પોલીસે એક કન્ટેનર લઈ જઈ રહ્યા છે. ભાજપે આગ લગાડવાની યોજના બનાવી હતી કારણ કે, ભાજપને દિલ્હીની ચૂંટણીમાં હારનો ભય છે. આપ કોઈપણ પ્રકારની હિંસાની વિરૂદ્ધ છે. આ ભાજપની સસ્તી રાજનીતિ છે. વીડિયોમાં જૂથો પોલીસની સુરક્ષા હેઠળ કેવી રીતે આગ લગાડાઈ રહી છે. એકબીજા ટ્‌વીટમાં સિસોદિયાએ અગાઉના વીડિયોના સ્ક્રીન શોટ પોસ્ટ કર્યા હતા. જુવો કોણ બસ-કારો સળગાવે છે. આ ફોટો ભાજપની હલકી રાજનીતિનો સૌથી મોટો પુરાવો છે. શું ભાજપના નેતાઓ તેનો જવાબ આપશે ? આ વીડિયો માટે મારી પાસે કોઈ શબ્દ નથી. વીડિયો બનાવનાર મહિલાને બહાદૂર બનાવું છું. તેઓ પોલીસથી ડરી રહ્યા નથી. પોલીસ ખુલ્લી પડી ગઈ છે. બીજી તરફ તોડફોડનો આરોપ વિદ્યાર્થીઓ પર મૂકાયો છે. આપ નેતાઓએ આ ઘટનાની સ્વતંત્ર તપાસની માગણી કરી છે. ભાજપના નેતા જય પાંડાએ આ હિંસા પાછળ એનઆરસી અને સિટીઝન બિલ છે. કેટલાક મીડિયાએ આપ ધારાસભ્ય અમાનતુલ્લાખાનની હાજરીને દર્શાવી દેખાવ સ્થળોને રિપોર્ટ રજૂ કર્યો હતો. ભાજપના નેતાઓએ કહ્યું કે, હિંસામાં તેમનો હાથ છે તે પણ કેજરીવાલના કહેવાથી શા માટે આપના ધારાસભ્ય હિંસક દેખાવો સ્થળે ઉપસ્થિત હતા ? ભાજપના પ્રમુખ મનોજ તિવારીએ કહ્યું કે કેજરીવાલ તેમના ધારાસભ્યોને ઉશ્કેરે છે. સાંજે ફાટી નીકળેલી હિંસા પૂર્વયોજિત હતી. નેતાઓ નક્કી કરે કે કોણ ગુનેગાર છે. દરમિયાન દિલ્હીમાં ઓખલા, જામિયા ન્યુ ફ્રેન્ડસ કોલોની જેવા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સોમવારે શાળા-કોલેજો બંધ રહેશે તેમ મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું. આપ સાંસદ સંજયસિંગે કહ્યું કે, આમ આદમી પાર્ટી કોઈપણ પ્રકારના હિંસક આંદોલનનું સમર્થન કરતી નથી. લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી. મનિષ સિસોદિયાએ કહ્યું કે, આ વાતની તપાસ થવી જોઈએ કે, વર્ધીવાળા લોકો બસોમાં પીળા-સફેદ રંગવાળી કે નોથી શું ફેંકી રહ્યા હતા ? તેમજ કોના ઈશારે કરતા હતા. જે ભાજપની ગંદી રાજનીતિ બતાવે છે.