(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
વડાપ્રધાન મોદી પર હુમલા વધુ તીવ્ર બનાવતા કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે, પીએમ મોદીએ કહેવું પડશે કે, પુલવામા આતંકવાદી હુમલા બાદ પ્રારંભિક બે કલાકમાં મોદી શું કરતા હતા અને આરોપ લગાવ્યો હતો કે, કાંતો તેઓ સંપૂર્ણ અજાણ હતા અથવા અવંસેદનશીલ બની ગયા હતા. વિપક્ષે ડીડી ન્યૂઝની ફૂટેજનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે, ફોન દ્વારા સાંજે ૫.૧૦ વાગે પીએમ મોદી ઉત્તરાખંડમાં સભાને સંબોધી રહ્યા હતા. બીજી તરફ ભાજપે કોંગ્રેસના આરોપોને શરમજનક ગણાવતા ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, આતંકવાદી હુમલાના પગલે સલામતી દળો અને સરકાર સાથે રહેવાના જુઠ્ઠાણા બાદ વિપક્ષી પાર્ટીનો સાચો રંગ બહાર આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ કહ્યું કે, વડાપ્રધાને સભાને સંબોધવાની સાથે કોર્બેટ નેશનલ પાર્કમાં ફોટોશૂટ કરાવ્યું હતું. કોંગ્રેસે ગુરૂવારે જ પીએમ મોદી પર પુલવામા હુમલાની જાણ થયા બાદ પણ તેમની ફિલ્મ માટે શૂટિંગ ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો હતો. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલે સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, આ ગંભીર ચિંતાનો વિષય છે કે, વડાપ્રધાન મોદી દેશના સાર્વભૌમત્વ પર હુમલા સમયે મોદી સંપર્કવિહોણા હતા. મનિષ તિવારીએ કહ્યું કે, અમે વડાપ્રધાનને પુછવા માગીએ છીએ કે, તેઓ ૩.૧૦થી ૫.૧૦ વચ્ચે શું કરી રહ્યા હતા તેમણે મોબાઇલ ફોન દ્વારા ઉત્તરાખંડમાં સભાને ક્યારે સંબોેધી હતી. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાને સભા સંબોધી ત્યારે પણ પુલવામાનો ઉલ્લેખ કર્યો ન હતો. કાંતો વડાપ્રધાનને કાંઇ ખબર ન હતી અથવા તેઓ અસંવેદનશીલ બની ગયા હતા. પીએમને કાંતો હુમલો થયા બાદ બે કલાક સુધી તેની જાણ નહોતી થઇ અથવા તો તેઓ જાણતા હતા અને અત્યંત બેદરકાર બની ગયા હતા. આ બંને સ્થિતિમાં વડાપ્રધાને જવાબ આપવો જોઇએ કે આ બે કલાકમાં તેઓ શું કરતા હતા. આ બંને સ્થિતિ દેશ માટે બિલકુલ સારી નથી.
પુલવામા હુમલા બાદ શરૂઆતના બે કલાકમાં પીએમ શું કરતા હતા’ : કોંગ્રેસનો સવાલ

Recent Comments