(એજન્સી) નવી દિલ્હી, તા.૮
રાહુલ ગાંધીએ દર્શાવી દીધું છે કે, કોંગ્રેસનો વડો કોણ છે જે પ્રમાણે એમણે મણિશંકર ઐયર સામે પગલાં લીધા છે એ એમના અધ્યક્ષ પદના નિર્ણય જેવા દેખાય છે. જો કે હજુ એ અધ્યક્ષ થવાના છે. ઐયરે મોદીને ‘નીચ’ કહ્યું હતું જેથી એમને પક્ષમાંથી બરતરફ કરવાના પગલા લેવાયા છે અને મોદી પાસેથી માફી માંગવા પણ જણાવાયું છે. રાહુલનો આ પગલું એમને સોનિયા ગાંધીએ નરમ વલણ અપનાવ્યું હતું પણ રાહુલે કડક પગલાં લીધા છે. આ પહેલાં ઐયરે ર૦૧૪ની ચૂંટણીઓ વખતે કહ્યું હતું કે મોદી કયારે પણ વડાપ્રધાન બની શકશે નહીં. પણ કોંગ્રેસ કાર્યાલયની બહાર ચા વેચી શકશે. તે વખતે ભાજપ અને મોદીએ એનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ઐયરની ટિપ્પણી સામે મોદીએ તરત જવાબ આપ્યો. જાણે ઐયરે મોદીને આ ભેટ આપી હતી. રાહુલે આ ટિપ્પણીની નોંધ લઈ યોગ્ય પગલાં લીધા. પણ ઐયર માનતા હતા કે એમણે જે કંઈ કહ્યું છે એ કંઈ ખોટું નથી. યુપીએ સરકાર વખતે પણ એમણે ટિપ્પણી કરી હતી કે પી.ચિદમ્બરમ્‌ મનમોહન કરતાં વધુ વિદ્ધાન છે પણ તે વખતે સોનિયા ગાંધીએ કોઈ પગલાં લીધા ન હતા. રાહુલ ગાંધીના ત્વરિત અને કડક પગલાંથી એ સ્પષ્ટ થયું છે કે પક્ષના અધ્યક્ષ થયા પછી એ કઈ રીતે વર્તન કરશે અને પક્ષને ચલાવશે. વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, એમણે ભાજપ ઉપર નવું દબાણ ઊભું કર્યું છે. જે હંમેશ પોતે પણ અસભ્ય ભાષા બોલી કોંગ્રેસ ઉપર હુમલાઓ કરે છે. રાહુલે કહ્યું ભાજપ અને મોદી કોંગ્રેસ ઉપર હુમલો કરતા વખતે ઘણી અસભ્ય ભાષા બોલે છે પણ હું ઐયરની ભાષા સાથે સંમત નથી. હું અને કોંગ્રેસ ઐયર પાસેથી માફી માંગવાની આશા રાખીએ છીએ. જેના લીધે ભાજપ અને મોદી વધુ કંઈ કહી શકયા નહીં. મોદીએ ભૂતકાળમાં કોંગ્રેસને ઉધઈ સાથે સરખાવ્યું હતું અને સુનંદા પુષ્કરને પ૦ કરોડવાળી ગર્લફ્રેન્ડ કહ્યું હતું. અમિત શાહે થોડા મહિનાઓ પહેલાં જ મહાત્મા ગાંધીને ‘ચતુર બનિયો’ કહ્યું હતું. ભાજપના પ્રવકતા નરસિમ્હા રાવે રાહુલને બાબર અને ખિલજી ભક્ત જણાવ્યું હતું. ભાજપના ડિજિટલ મીડિયાએ રાહુલને ‘પપ્પુ જોક્સ’થી વિખ્યાત કરી દીધું છે. ભાજપે રાહુલને ‘પપ્પુ’નો એક પર્યાપવાચી શબ્દ બનાવી દીધો છે. મોદી પોતે પણ એવા બે ડઝન લોકોને ફોલો કરે છે. જે ગુનાહિત પ્રવૃત્તિઓનું ઈતિહાસ ધરાવે છે. જેમની ઉપર બળાત્કાર અને ખૂનના આક્ષેપો છે. ગૌરી લંકેશની હત્યા પછી એક વ્યક્તિએ લખ્યું હતું કે, એક ડાકણનું મૃત્યુ થયું છે અને એના દીકરાઓ રડી રહ્યા છે. આ વ્યક્તિને મોદી ફોલો કરે છે. ગાંધીએ ઐયર સામે પગલાં લઈ ભાજપને પડકાર્યો છે. ભાજપે નરસિમ્હા રાવને રાહુલને ખિલજી કહેવા બદલ માફી માંગવા ન હતું કહ્યું. ખરી રીતે ઐયરની ટિપ્પણી પછી એક હિન્દી ન્યૂજ ચેનલમાં દેખાયું હતું કે મોદીના અપમાનથી એની આંખો ભીની થઈ ગઈ હતી. ભાજપ ઐયરની ટિપ્પણી સામે ઘણો ઉહાપોહ મચાવશે એ નક્કી જ છે. એમને પોતાના વધુ પડતાં કોમવાદી હોવાનો કોઈ ક્ષોભ નથી. ગઈકાલે મોદીએ કહ્યું હતું મુગલોની માનસિકતા ધરાવતા લોકોને ગુજરાતના મતદારો પાઠ ભણાવશે જેમણે ગુજરાતના પુત્રનું અપમાન કર્યું છે જ્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે મોદીએ કહ્યું હતું કે ઔરંગઝેબના રાજનું સ્વાગત છે. સરકારની પ્રિય ચેનલોને આ સમાચાર પીરસવાની તક મળી ગઈ અને એની લ્હાયમાં એ રાજસ્થાનમાં લવજિહાદ નામે એક વ્યક્તિને જીવિત બાળવાની ઘટનાને પણ કવરેજ નહીં આપ્યું. ભાજપનો શાસન હોવા છતાં કોઈપણ નેતાએ ઘટનાને વખોડી પણ ન હતી.