(એજન્સી) મનાલી,તા.ર૩
હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પિતી જિલ્લાના છત્રુ ગામમાં ૬ દિવસો સુધી ફસાયેલ મલયાલમ અભિનેત્રી મંજુ વેરિયર સમેત કોટાયમ ફિલ્મની સમગ્ર યુનિટનું રેસ્કયુ કરાયું હતું. બધા સુરક્ષિત રીતે મનાલી પહોંચી ગયા હતા. અભિનેત્રી મંજુએ પોતાના ફેસ બુક પેજ ઉપર માહિતી આપી જણાવ્યું કે અમારી કોયાટામ ફિલ્મની સમગ્ર યુનિટ શુટિંગ માટે હિમાચલના શિયાગોરૂ અને છત્રુ ગામમાં ગઈ હતી. હિમસ્ખલન અને હિમ વર્ષાના લીધે અમે બધા ૬ દિવસો સુધી ત્યાં ફસાયા હતા. હિમાચલ પ્રદેશ સરકારની મદદ દ્વારા અમે બધા સુરક્ષિત રીતે મનાલી પહોંચી ગયા છીએ. ફિલ્મના યુનિટે જિલ્લા વહીવટી વિભાગનો આભાર માન્યો જેમણે વેળાસર પગલાં લઈ અમને બચાવ્યા. મનાલી આવ્યા પછી યુનિટના ઘણા બધા સભ્યો તીવ્ર ઠંડીના લીધે બીમાર થયા હતા અને સારવાર લઈ રહ્યા છે.