(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
વડાપ્રધાન મોદીએ રવિવારે મન કી બાતના માસિક કાર્યક્રમમાં ચોમાસુ, જીએસટી, સ્વતંત્રતા દિવસ, ઓગસ્ટ ક્રાંતિ, મહિલા ક્રિકેટ ટીમ સહિત લગભગ ૧૦ મુદ્દે વાત કરી. આ વખતે મોદીએ ૩૪મી વખત દેશવાસીઓને સંબોધિત કર્યાં. વરસાદ સુહાનાપનની સાથે પૂર પણ ખેચી લાવે છે. મોદીએ કહ્યું કે ચોમાસાનો સમય લોકો માટે સારો હોય છે પરંતુ ક્યારેક ક્યારેક તે આફત પણ બનતો હોય છે. પર્યાવરણમાં આવી રહેલા ફેરફારોને કારણે ઘણું બધું બદલાઈ રહ્યું છે. કુદરતી આફતનોનો સામનો કરવો પડી રહ્યો છે. મોદીએ કહ્યું કે ભારત સરકાર પૂરગ્રસ્તોની સહાય કરવાની શક્ય તમામ કોશિશ કરી રહી છે. લોકો સેવાભાવથી આગળ આવી રહ્યાં છે. ભારત સરકાર તરફથી સેના, એનડીઆરએફના જવાનોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે પૂરમાં સૌથી વધારે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. સરકાર વીમા કંપનીઓને સક્રિય કરવાની યોજના બનાવી છે. જીએસટીને કારણે કારોબારી અને ગ્રાહકોમાં વિશ્વાસ વધ્યો છે. મોદીએ કહ્યું કે જીએસટી અંગે લોકોમાં ઉત્સાહ છે. ઘણા લોકોમાં જિજ્ઞાસા છે. તેમણે કહ્યું કે જીએસટી લાગુ પડ્યાના એક મહિનામાં ઘણા લોકોને તેનો લાભ મળ્યો છે. વેપારી વર્ગનેે પણ તેનાથી ઘણો લાભ થયો છે. લોકોએ મને ફોન કરીને સવાલો કર્યાં હતા. મોદીએ કહ્યું કે જીએસટીને લાગુ પાડવો ઘણી મોટી ઉપલબ્ધી છે. જીએસટી સંબંધિત તમામ માહિતી મોબાઈલ પર ઉપલબ્ધ છે. ભારત છોડો આંદોલનની ૭૫મી વર્ષગાંઠ પર મોદીએ કહ્યું કે આવનાર ઓગસ્ટ મહિનો ખૂબ મહત્વપૂર્ણ છે. આ મહિનામાં ભારતે અંગ્રેજોને દેશમાંથી ચાલ્યા જવાનો નારો આપ્યો હતો. મોદીએ કહ્યું કે આજે આપણી પર કોઈ વિદેશી તાકાત રાજ કરતી નથી તેમ છતાં પણ આજે આપણે ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદને જાકારો આપવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે ૨૦૧૭ના વર્ષનો ૧૫મી ઓગસ્ટનો દિવસ આપણે એક સંકલ્પના દિવસ તરીકે ઉજવવાની જરૂર છે. આ વર્ષના આઝાદી દિવસે દરેક ભારતીય સંકલ્પ કરે કે તેઓ તેમના દેશ માટે શું કરશે. કોઈ નાગરિક પોતાના પરિવાર માટે કોઈ દેશ માટે શું કરશે. મોદીએ મન કી વાતમાં ઓનલાઈન દુનિયા પર પણ વાત કરી હતી. આ દરમિયાન મોદીએ કહ્યું કે હું ઓનલાઈન દુનિયાને આમંત્રિત કરૂ છું કે તેઓ નવા ભારતના નિર્માણ માટે આગળ આવે. તેમણે કહ્યું કે લાલ કિલ્લા પરથી ૧૨૫ ભારતવાસીઓનો અવાજ ગૂંજે છે. મને ખુશી છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લગાતાર બીજી વાર મને સૂચનો મળી રહ્યા છે કે લાલકિલ્લા પરથી મારે શું કહેવું. મને ફરિયાદો પણ મળી રહી છે કે મારું ભાષણ ઘણું લાંબું હોય છે તેથી આ વખતે મેં ભાષણને ટૂંકું કરવાનો નિર્ણય કર્યો છે. મોદીએ દેશના લોકોને તહેવારોના અભિનંદન પાઠવ્યા. મહિલા ક્રિકેટ ટીમ પર બોલતાં મોદીએ કહ્યું કે આજે દરેક ક્ષેત્રમાં આપણી દીકરીઓ દેશનું નામ રોશન કરી રહી છે. દેશની દિકરીઓ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગત અઠવાડિયે મને તેમને મળવાની તક મળી હતી. તેમણે કહ્યું કે સામાન્ય રીતે જ્યારે ભારતીય ટીમ હારે છે ત્યારે દેશના લોકો તેની ખૂબ આલોચના કરતાં હોય છે પરંતુ પહેલી વાર આપણી મહિલા ક્રિકેટ ટીમ હારી ત્યારે કોઈએ પણ તેનો વિરોધ કર્યો નહોતો. પરંતુ દરેક ભારતીય પીડાને પોતાના પર લઈ લીધી હતી. ઉલ્લેખનીય છે કે મોદીના મનકી બાત કાર્યક્રમને ૨૦ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવે છે. લોકો ૧૯૨૨ નંબર પર મિસકોલ કરીને પણ આ કાર્યક્રમ સાંભળી શકે છે.
મન કી બાતમાં મોદીએ કહ્યું : ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદને જાકારો આપવાની જરૂર

Recent Comments