(એજન્સી) તા.૨૦
હરિયાણાના નવા રચાયેલા ભાજપ મંત્રીમંડળે સોમવારે પોતાની પ્રથમ બેઠકમાં મંત્રીઓનું આવાસ ભત્તુ બેગણું કરવાનો નિર્ણય લીધો. સોમવારે ચંદીગઢમાં આયોજીત કેબીનેટની બેઠકમાં હરિયાણા મંત્રી ભત્તા નિયમ ૧૯૭૨ના નિયમના ૧૦-એ ને સંશોધિતકરી હવે મંત્રીઓના આવાસ અને વીજળી પાણીના ભત્તાઓની રકમ વધારીને એક લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. તેની સાથે જ મંત્રીમંડળની ગ્રામ સભાને ગ્રામપંચાયત ક્ષેત્રની અંદર દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર સંબંધિત કલમમાં પરિવર્તનનો પણ સૈધ્ધાતિંક નિર્ણય લીધો.
મંત્રીમંડળે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની અધ્યક્ષતામાં આહિં પોતાની બેઠકમાં રહિયાણા મંત્રી ભત્તાનિયમ ૧૯૭૨માં સંશોધન કરવા અને મંત્રીઓનું આવાસ ભત્તુ ૫૦૦૦૦ રૂપિયાથી વધારીને ૮૦૦૦૦ રૂપિયા કરવા અને વીજળી તેમજ પાણીનું દર વધુ ૨૦૦૦૦ રૂપિયા વધારા નક્કી કરવાનો નિર્ણય લીધો છે. સરકારી ઘર નાલેનારા મંત્રીઓને હવે ખાનગી ઘર ભાડે લેવાની છુટ હશે.
એક સરકારી નિવેદન મુજબ મંત્રીઓને હવે એચઆરએ તરીકે એક લાખ રૂપિયા દસ મહિને મળશે. નવા નિયમને હરિયાણા મંત્રી ભત્તા નિયમ ૨૦૧૯ કહેવામાં આવશે. તેમાં જણાવવામાં આવ્યું છે એક એપ્રિલ ૨૦૧૬ અને ત્યાર પછી થી મંત્રીઓના તમામ ભત્તા સરકારે સંશેધિત કર્યા હતા. માત્ર આવાસ ભત્તા રહી ગયા હતા. પાછલી વખત આ બે જુન ૨૦૧૧ એ સંશોધિત કરવામાં આવ્યા હતા. ખટ્ટર દ્વારા ૧૪ નવેમ્બરે પોતાના મંત્રીપરિષદનો વિસ્તાર કર્યા પછી તેમની આ પ્રથમ બેઠક હતી. ખટ્ટર અને દુષ્યંત ચૌટાલાએ ૨૭ ઓકટોમ્બરે મુખ્યમંત્રી તેમજ ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મંત્રીમંડળે રોકાણને પ્રોત્સાહન આપવા યુવાનો માટે રોજગારનું સર્જન અને બીનનિવાસી ભારતીયો ભારતીયમૂળના વ્યક્તિઓના કલ્યાણ માટે રાજ્ય સરકારની વિવધ પહેલને યોગ્ય દિશા આપવા માટે નવા વિદેશી સહયોગ વિભાગનું સર્જન કરવાનો નિર્ણય લીધો. તે ઉપરાંત હરિયાણા સરકારે પંચાયતમાં ચાલતા દારૂની દુકાનો અંગે મળી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખતા નિર્ણય લીધો છે કે જો દસ ટકા લોકો લખીને આપે તો સંબંધિત દુકાનોનો બંધ કરી દેવામાં આવશે. ગામની સીમાની બહાર દારૂની દુકાનો ખોલવા માટે ગ્રામ પંચાયતના સ્થાનો ગ્રામ સભામાં ગ્રામપંચાયતના કુલ નોંધાયેલા મતદાતાઓના ૧૦ ટકા મતદાતાઓ દ્વારા પ્રેરિત પ્રસ્તાવને પરવાનગી આપવા માટે બીલ પણ લાવવામાં આવશે.