(એજન્સી) નવી દિલ્હી, તા.૩
નેપાળ-ચાઈના સરહદે માનસરોવર યાત્રા માર્ગ પર ભારે વરસાદ અને જમીન ધસી પડવાના બનાવો બાદ માનસરોવર યાત્રાએ ગયેલા સેકડો મુસાફરો લાપત્તા બન્યા છે. જેમાં ર૯૦ કર્ણાટકના છે. નેપાળની સેના તેમને ખસેડ્યા માટે કાર્યરત છે.
ભારત તેના ૧પ૭પ જેટલા નાગરિકોને બચાવવા અને સુરક્ષિત ખસેડવા માટે નેપાળની સરહદે સૈન્ય હેલિકોપ્ટર સેવા શરૂ કરવા નેપાળના સંપર્કમાં છે. તે માટે નેપાળ સરકારને વિનંતી કરાઈ છે તેમ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું. પરંતુ મોસમ હજુ ખરાબ હોવાથી રખડી પડેલા મુસાફરોને બચાવવા માટે અભિયાન શરૂ કરતાં સમય લાગશે. નેપાળના સીમલી કોટ અને હિલસા ખાતે પરપથી પપ૦ મુસાફરો અટવાયા છે.
નેપાળ ખાતેનું ભારતીય દૂતાવાસ સતત કૈલાશ માનસરોવર યાત્રાના અટવાઈ પડેલા મુસાફરોને બચાવવા માટે વિવિધ પ્રયત્નો કરી રહ્યું છે. જ્યાં પણ મુસાફરો અટવાયા છે ત્યાં તેમને ખોરાક-પાણીની વ્યવસ્થા કરાઈ છે. તેમજ દાકતરી સારવાર પણ અપાય છે. યાત્રાળુઓ માટે હોટલાઈન સેવાઓ શરૂ કરાઈ છે.