(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.રર
અંકલેશ્વર નગરમાં ૩ કરોડના ખર્ચે અદ્યતન મ્યુન્સિપલ હોસ્પિટલની ખાતમુહૂર્ત વિધિ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.હોસ્પિટલ સાથે કોમર્શિયલ કોમ્પ્લેક્ષનું ઉપરાંત શહેર માં ૧૩ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
અંકલેશ્વર નગરના જવાહર બાગ ની બાજુમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે અંદાજિત ૩ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર મ્યુન્સિપલ હોસ્પિટલની ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી. હોસ્પિટલમાંમાં ૩ ડોક્ટર્સ માટે રૂમ, ગાયનેક ડોક્ટર્સ રૂમ, એક્સરે રૂમ, લેબરરૂમ, પેથોલોજી લેબ, વેટીંગ રૂમ સાહિતની સુવિધા ગ્રાઉન્ડ ફ્લોર પર હશે, પ્રથમ માળ પર ફિમેલ જનરલ વોર્ડ, અને મેલ જનરલ વોર્ડ, નર્સીંગ રૂમ, સ્પેશિયલ ૩ રૂમ, ઓપરેશન રૂમ સહિતની સુવિધા હશે, આ ઉપરાંત ૨ લિફ્ટ તેમજ પાર્કિગ ઉપરાંત દુકાનો બનશે તેમજ ગ્રાઉન્ડ અને પહેલા માળે હોલની સુવિધા ઉપલબ્ધ હશે.
આ પ્રસંગે એસ.ડી.એમ રમેશ ભગોરા, પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, ઉપ પ્રમુખ નિલેશ પટેલ કારોબારી અધ્યક્ષ ચૈતન્ય ગોળવાલા, શાસક પક્ષ નેતા જનક શાહ, ડિસ્પેન્સરી કમિટી ચેરમેન શિલ્પા બેન સુરતી, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, સુધીર ગુપ્તા, પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ સહિત પાલિકાની વિવિધ કમિટી ચેરમેન અને સભ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેર માં માં નિર્માણ પામનાર ૨ એન્ટ્રીગેટ, ૨ બસ પીકઅપ સ્ટેન્ડ, ૩ રસ્તા શોપિંગ સેન્ટર, અદ્યતન જીમ, સીવીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ સમ્પ અને પમ્પીંગ સ્ટેશનો, તમેજ જવાહર બાગ અને પુરષોતમ બાગ ખાતે સાઉન્ડ સિસ્ટમ અને મ્યુઝીક સિસ્ટમ ઉભી કરવાના કામો નું પણ ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું.