(એજન્સી) નવી દિલ્હી, તા.૧
મારા પિતા મુસ્લિમ છે અને મારી માતા હિન્દુ છે અને હું મારી જાતને ‘‘ઈન્સાન’’ (માણસ) કહું છું. જાણીતી ન્યૂઝ એજન્સી સમિટમાં દબંગ સલમાનખાને પોતાના વક્તવ્યમાં કહ્યું હતું. પર વર્ષીય સુપરસ્ટાર સલમાનખાન સિનિયર પત્રકાર શેખર ગુપ્તા સાથે વાતચીત કરતાં તેમને જીવનના બોરીંગ અને હાર્ડ-વર્કીંગ કિસ્સાઓ શેયર કર્યા હતા. મારું જીવન ખૂબ જ કંટાળાજનક હતું. પણ મીડિયાના ભાઈચારાને લીધે મારું જીવન રસપ્રદ બન્યું છે. જો કોઈને મારા જીવનમાં આવવું છે ત્યારે તે જાણશે કે હું કેટલો વ્યસ્ત અને બોરીંગ છું. મારા પિતા મુસ્લિમ છે, માતા હિન્દુ અને હું મારી જાતને ‘‘ઈન્સાન’’ માણસ કહું છું. જાહેર છબિ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે છેલ્લા ૩૦ વર્ષથી મેં કહ્યું છે કે હું ગેરસમજણમાં છું. કોઈ ઘણા દાયકાઓ સુધી ગેરસમજ કંઈ રીતે રહી શકે છે. સલમાનખાને ભાવુક થઈને કહ્યું કે વોન્ટેડનો એક ડાયલોગ છે કે એક બાર જો મેને કમેન્ટમેન્ટ કર દી ઉસ કે બાદ મેં અપને આપ કી ભી નહીં સુનતા, જેથી હું એવી પરિસ્થિતિમાં ફસાયો છું. જે પ્રકારનું જીવન મેં જીવ્યું છે તે દરેક પ્રકારના ધર્મનું નેતૃત્વ કરે છે. મેં પંદર વર્ષની ઉંમરે ર૪ કલાક કામ કરવાની શરૂઆત કરી હતી. અઠવાડિયાના સાતેય દિવસોમાં મેં કામ કર્યું છે. મારા આખા જીવનમાં મેં કામ કર્યું છે. હવે મને આરામ કરવો જોઈએ કારણ કે હવે લોકો પોતાનો શો ચલાવી રહ્યા છે. તમે આસપાસનું જે કાંઈપણ સાંભળો પણ હું ફીલ કરું છું કે ઘણા બધા લોકો પોતાની દુકાનો ચલાવે છે જેથી અહીંયા ઉપસ્થિત રહેલા બધા પત્રકારોને સાચું લખવાનું કહું છું. હું શરમ અનુભવું છું, હું એક રૂમવાળા એપાર્ટમેન્ટમાં રહું છું અને હું એક મહેનતુ માણસનું જીવન જીવી રહ્યો છું. સલમાનખાન સામે ઘણી કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે પણ સલમાન એનાથી હેરાન પણ છે તો પણ તેઓ કહી રહ્યા છે કે હું મારું જીવન સારી રીતે ગુજારી રહ્યો છું. હું હસું છું, ઈન્ટરવ્યુમાં પણ જવું છું. ઓન-સ્ક્રીન રોમાન્સ પણ કરું છું જેના લીધે મને મારા કોર્ટના કેસથી ચિંતામુક્ત બની જવું છું.