(એજન્સી) પટના, તા.૧૦
ભાજપ વિરૂદ્ધ શંખ ફૂંકનાર યશવંતસિંહા આજકાલ ચર્ચામાં છે જેને લઈને જાત-જાતના વિતર્કો થઈ રહ્યા છે. શુક્રવારે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં યશવંતસિંહાએ કહ્યું કે, જો જ્યંતસિંહાની તપાસ થાય તો સાથે જય શાહ વિરૂદ્ધ પણ તપાસનો દોર શરૂ કરવો જોઈએે. યશવંતસિંહાએ એક મહિનાની અંદર કેન્દ્ર સરકાર પાસે તપાસની માગણી કરી છે. યશવંતસિંહાએ કહ્યું કે, સરકારને વિનંતી કરું છું કે, જે રાજકીય નેતાઓના નામ પેરેડાઈઝ પેપર્સમાં ખૂલ્યા છે એમની પહેલા તપાસ કરો અને એક મહિનાની અંદર દોષિત રાજનેતાઓના નામ જાહેર કરો. પરંતુ જો જ્યંતસિંહા વિરૂદ્ધ તપાસ થઈ રહી છે તો જય શાહ વિરૂદ્ધ પણ તપાસ કેમ ન થાય ? એને તો કોર્ટમાં મુકદમો કરવા કહેવામાં આવે મારી માગણી છે કે, બધાની તપાસ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ પાછલા દિવસોમાં નોટબંધીથી લઈને જીએસટી સુધી પોતાની તીવ્ર પ્રતિક્રિયાઓ આપી છે. પટનામાં યશવંતસિંહાએ એકવાર ફરીથી નોટબંધી પર પ્રહાર કર્યો અને કેન્દ્ર પર કટાક્ષ કરતા કહ્યું કે, નોટબંધી પર ઉજવણી કરવા જેવી કોઈ વાત નથી.
મારા પુત્રની તપાસ કરો પણ અમિત શાહના પુત્ર જય શાહની પણ કરો : યશવંતસિંહા

Recent Comments