(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૮
પાટણ ખાતે મારામારી અને લૂંટ પ્રકરણમાં ધરપકડ, રિમાન્ડ બાદ છેલ્લા અક સપ્તાહથી પાટણની સુજનીપુર સબજેલમાં બંધ પાટીદાર નેતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને મહેશ પટેલના આજે સાંજે સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા. દોઢ કલાક સુધી બંને પક્ષોના વકીલોની ધારદાર દલીલો બાદ પાટણ શહેરના હદ વિસ્તારમાં ત્રણે જણાએ કોર્ટની મંજૂરી વગર પ્રવેશ કરવો નહીં તેમજ ગુજરાત છોડીને બહાર જવું નહીંની શરતોને આધિન રૂા.૧પ-૧પ હજારના જામીન ઉપર મુક્ત કરવા આદેશ કર્યો હતો હાર્દિક પટેલ સહિત ત્રણય જણાને જામીન ઉપર મુક્ત કરવા આદેશ કર્યો હતો. હાર્દિક પટેલ સહિત ત્રણે જણાના જામીન મંજૂર થયાના સમાચારો વહેતા થતા તેઓને લેવા પાટીદારોના ટોળેટોળા સબજેલ આગળ ઉમટી પડ્યા હતા.
પાટણ ખાતે પાટીદાર અનામત સમિતિ દ્વારા ગત તા.ર૬-૮-ર૦૧૭ની રાત્રે ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે પાટણના સિદ્ધપુર ચાર રસ્તા ખાતે મહેસાણા પાસના કાર્યકર નરેન્દ્ર પટેલ સહિત અન્ય શખ્સો ઉપર હુમલો કરી સોનાની ચેનની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ અને મારામારીના આ પ્રકરણમાં ફરિયાદ થતાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને મહેન્દ્ર પટેલની ધરપકડ કરી પાટણ કોર્ટમાં રજૂ કરવામાં આવતા રિમાન્ડ મંજૂર કરાયા હતા. ત્યારબાદ વધુ રિમાન્ડની અરજી કોર્ટે નામંજૂર કરી ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં સુજનીપુર સબજેલમાં મોકલી આપ્યા હતા.
દરમ્યાન આ ત્રણે જણાની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી જેની આજે સેશન્સ જજ ડી.બી. પાઠક સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બચાવપક્ષના આર.ડી. દેસાઈ, મહેન્દ્ર પટેલ અને એન.એચ. પટેલ તથા સરકાર અને ફરિયાદી પક્ષના વકીલોએ દોઢ કલાક સુધી લંબાણપૂર્વકની દલીલો કરી હતી. બંને પક્ષોના વકીલોને સાંભળી પાટણ સેશન્સ કોર્ટના જજ પાઠકે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને મહેશ પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા જેમાં પાટણ શહેરની હદ વિસ્તારમાં ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર પ્રવેશ કરવો નહીં, પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો, ગુજરાત છોડીને બહાર જવું નહીં