જૂનાગઢ, તા. ર૮
જૂનાગઢના માત્રી મંદિર નજીક બનેલા એક બનાવમાં મારામારી થઈ હતી અને આ બનાવ અંગે સામસામી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રાજુભાઈ છોટુભાઈ ચુડાસમાં (ઉ.વ.૩૮, રહે. જૂનાગઢ માત્રી મંદિરની અંદર, માત્રી રોડ સુખનાથ ચોકવાળા) એ જુબેર રજબસીદી બાદશાહ, રમઝાન રજબસીદી બાદશાહ અને શબાનાબેન (રહે. ત્રણેય સુખનાથચોકવાળા) વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામના ફરિયાદી તથા સાહેદ અલીભાઈ મજુરી કામે આવેલ હોય જેને આ કામના સામાવાળાઓએ માથાકુટ કરતાં સમજાવવા જતાં આ કામના આરોપી અને ફરિયાદી તથા સાહેદ જીનતબેનના માથામાં લોંખડનો પાઈપ મારી તથા આરોપી રજબે ભાલુ મારી અને આરોપી રમઝાને લાકડી વડે ફરિયાદી તથા સાહેદોને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે જ્યારે આજ બનાવના અનુસંધાને સામાપક્ષે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જુબેરભાઈ રજબભાઈ દરજાદા (ઉ.વ.૩૦, રહે. ધારાગઢ રોડ, ખાડિયામાં સુખનાથ ચોક નજીકવાળાએ) રાજુભાઈ જાદુગર, તેનો દિકરો આતીશ, તેની પત્ની જીનતબેન વિરૂદ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે આ કામના ફરિયાદી તથા સાહેદ અલીભાઈને બોલાવવા જતાં આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ બિભત્સ શબ્દો બોલી ઢીકાપાટુનો મારમારેલ છે. તેમજ આરોપી નં.૧એ લોંખડના પાઈપ વડે ફરિયાદીને માથાના ભાગે મારમારી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી. ડાંગર ચલાવી રહ્યાં છે.
જૂનાગઢમાં મારામારીનો બનાવ

Recent Comments