તુમ્હારી તેહઝીબ અપને ખંજર સે આપ હી ખુદકુશી કરેગી
જો શાખ-એ-નાઝુક પે આશિયાના બનેગા, ના પાયેદાર હોગા
– અલ્લામા ઈકબાલ

પહેલું સુખ તે જાત નર્યા. આ કહેવતથી આપણે સૌ પરિચિત છીએ. સ્વાસ્થ્યની સુખાકારી હોવી એ દરેક માટે જરૂરી બની જાય છે. પછી એ કોઈપણ ઉંમરની વ્યક્તિ કેમ ના હોય. સ્વાસ્થ્ય અંગેની થોડી ઘણી સમસ્યાઓ ઉંમરના કોઈક તબક્કે તો આપણને સતાવતી જ રહે છે. જો કે, આપણામાંના દરેક લોકો સ્વાસ્થ્ય પ્રત્યે એટલા સચેત હોતા નથી, છતાંય સમયસર તંદુરસ્ત ખોરાકનું સેવન કરાવાથી થતાં ફાયદાઓ વિશેના લેખો વાંચવાનું આપણે ચૂકતા નથી અને એમાંય વાત જો મરચાંની હોય તો આપણે કોઈપણ પ્રકારની વાનગી બનાવીએ ત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે સૌ તીખી-ચટપટી અને લઝીઝ વાનગીઓ આરોગવાના શોખીન તો હોઈએ જ છીએ, પરંતુ આપણામાંના ઘણા ખરા લોકો એ જાણતા નથી હોતા કે મરચાં માત્ર રસોઈમાં વપરાતી એક ખાદ્ય સામગ્રી ઉપરાંત એક દવા તરીકેનું પણ કાર્ય કરે છે.
‘‘કુદરતે બનાવેલ એક એવું સંયોજન કે જે ‘‘કેપ્સિકમ’’ મરચાંની તીખાશ માટે જવાબદાર છે. આ જ સંયોજન દ્વારા લાલ મરચાં, જલાપેન મરચાં (મેક્સિકન વાનગીઓમાં વપરાતા મરચાંનો એક પ્રકાર), હેબનેરો મરચાંનું પણ ઉત્પાદન થાય છે. હેબનેરો મરચાં સ્વાદમાં અતિશય તીખા હોય છે. કેપ્સિકમ મરચાંના ઉપયોગથી ઘણા પ્રકારની પીડામાં રાહત અનુભવાય છે. સંધિવાના દુખાવામાં તે મલમ જેવું કામ કરે છે. ભૂતકાળમાં થયેલા એક સંશોધન અનુસાર, હૃદયને સંબંધિત રોગો જેવા કે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, લોહીનું ગંઠાવું વગેરેને નિયંત્રણમાં રાખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જ્યારે તાજેતરમાં થયેલા સંશોધનમાં તો મરચાંને કારણે થતાં ઘણા ફાયદાઓ અને તેની સકારાત્મક અસરોના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. મરચાંનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે. ઉપરાંત તે અપંગ વ્યક્તિઓને યોગ્ય રીતે ચાલવામાં પણ અસરકારક રીતે મદદ કરે છે.
ઉક્ત તસવીરમાં લાલ, લીલા, પીળા અને નારંગી રંગના ચાર કેપ્સિકમ મરચાં જોવા મળી રહ્યાં છે. આ રંગબેરંગી મરચાંની વાનગીમાં ચટાકેદાર સ્વાદ ઉમેરવાની સાથે-સાથે તેના સુશોભન માટે પણ વપરાય છે.