(એજન્સી) મેરઠ, તા.૮
ખિત્તા-એ-વલી (સંતોની ભૂમિ)ના નામથી પ્રખ્યાત મેરઠ મુઝફ્ફરનગર માર્ગ પર ખત્તૌલીના નાગરિકોએ હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાની તારીફે કાબિલ મિશાલ કાયમ કરી છે. રોડ અકસ્માતમાં શાંકુભરી દેવીના દર્શન કરી પરત ફરી રહેલા તીર્થ-યાત્રીઓની મોત બાદ સ્થાનિય મુસ્લિમોએ હિન્દુ સમાજના સાથે ખભાથી ખભા મિલાવી તેમની અરથીને અંતિમ સંસ્કાર અપાવવા સહયોગ કર્યો. તમામ વિસ્તારમાં મુસ્લિમોના આ કાર્યની પ્રશંસા થઈ રહી છે. બુધવારે સહારનપુરના પ્રસિદ્ધ તીર્થ શાંકુભરી દેવીના દર્શન કરી પરત ફરી રહેલા પ્રવિણ પુત્ર અશોક પોતાના માતા-પિતા અને અન્ય એક મહિલા સતિતાની સાથે મુઝફ્ફરનગર હાઈવે પર ડીસીએમથી ટક્કર વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિય લોકોએ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા કમનસીબે એકના પણ જીવ બચાવી શકયા નહીં. મુસ્લિમ વિસ્તાર હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં મુસ્લિમો કાંધો આપવા પહોંચી ગયા હતા. હિન્દુ સમાજે પણ મુસ્લિમોની ભાવનાઓનું સમ્માન કરતાં તેમનું સહયોગ કર્યો. અર્થાત કહી શકાય કે સાંપ્રદાયિક શ્રદ્ધાને મજબૂત કરવા હિન્દુ સમાજે પૂર્ણ અવસર આપ્યું. રાષ્ટ્રીય સાહિત્યકાર અને કવિ તથા સ્થાનિય નિવાસી અજય જન્મેજયના અનુસાર તેમની આંખો ખુશીથી નમ થઈ ગઈ હતી. આ નફરતની રાજનીતિ રમનાર લોકો પર પ્રેમની થપકી છે. દેશને આવા પ્રકારની સદભાવનાની શખ્ત જરૂર છે.
માર્ગ-અકસ્માતમાં મૃત્યુ પામેલા ૪ તીર્થયાત્રીઓની નનામીને મુસ્લિમોએ કાંધ આપી

Recent Comments