ભાવનગર,તા.૧૧
ભાવનગર શહેરમાં આવતીકાલે રવિવારે નારી ચોકડી ખાતે યોજાનાર કાર્યક્રમને લઈને વિવિધ માર્ગ પર ટ્રાફિક સુચારૂ રૂપે ચાલે તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.
જે અંતર્ગત અમદાવાદ-ધોલેરા રૂટ તરફથી આવતા વાહનો સનેસ ખાતેથી જ્યારે રાજકોટ તરફથી આવતા વાહનો વરતેજથી સીદસર તરફ જતા માર્ગ પર સવારના ૯ઃ૩૦ કલાકથી ૧૩ઃ૦૦ કલાક સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદ-ધોલેરા રૂટ તરફથી આવતા વાહનોને સનેસ ખાતેથી જવાનું રહેશે તેમજ રાજકોટ તરફથી આવતા વાહનોને વરતેજથી સીદસર તરફ જતા માર્ગ તરફ જવાનું રહેશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરના જાહેરનામામાં જણાવ્યું છે.